જામનગર સહિત હાલારમાં વીજળીના કડાકા-ભડાકા વચ્ચે ધોધમાર વરસાદ

કાલાવડમાં એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકયોઃ નગરમાં ૨૧ મી.મી.ઃ

જામનગર તા. ૩૦ઃ જામનગરમાં મેઘાડબંધર વચ્ચે જામનગરમાં પણ બપોરે સવા વાગ્યે ધોધમાર વરસાદનું આગમન થયું છે. જામનગરનાં આકાશમાં અંધાર છવાયા પછી થોડી મિનીટોમાં જ મેઘરાજાએ કડાકા ભડાકા સાથે નગરમાં આગમન કર્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. વરસાદના કારણે ગરમીમાં પણ લોકોને રાહત થઈ છે. હાલ પણ વરસાદ વરસી રહ્યો છે.

જોડિયા તાલુકાના હડીયાણામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી રાહત થવા પામી છે, માર્ગો પર ઠેર-ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. વીજ પુરવઠો ખોરવાય ગયો છે. આજે બપોરથી દ્વારકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યાં છે.

ખંભાળીયામાં પણ ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ હાલ પડી ર્હયો છે. વીજળીના કડાકા-ભડાકા વચ્ચે વરસાદે રૌદ્ર સ્વરૃપ ધારણ કર્યુ હોય, તેવો માહોલ સર્જાયો છે. ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાય ગયા છે. વાતાવરણમાં પલ્ટો આવતા અને એકાએક વરસાદ તૂટી પડતા ઠંડક પ્રસરી ગઈ છે.

 જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં આજે સવારે બત્રીસ મી.મી. જેટલો સારો વરસાદ થયો હતો.  સમગ્ર હાલાર પંથકમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં હળવા ઝાપટાંથી દોઢેક ઈંચ વરસાદ થયો હતો. ગઈકાલે વરસાદી માહોલ જળવાયો હતો, પરંતુ મેઘમહેર થઈ ન હતી, જો કે અમુક ગામડામાં વરસાદી ઝાપટાં વરસ્યા હતાં.

જેમાં લાખાબાવળમાં પોણો ઈંચ (ર૦ મી.મી.) વરસાદ નોંધાયો હતો. જ્યારે જામવાડીમાં પાંચ મી.મી., વાંસજાળિયામાં ૧૬ મી.મી., ધુનડામાં પાંચ મી.મી., પરડવામાં ૮ મી.મી. અને ભણગોરમાં પાંચ મી.મી. વરસાદ થયો હતો.

દરમ્યાન આજે સવારે જામનગર જિલ્લાના ધ્રોલમાં ૩ર મી.મી. અને જોડીયામાં ૮ મી.મી. વરસાદ થયો હતો. અને હજુ પણ મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે બપોર સુધીમાં વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જામનગરના રણજીત સાગર રોડ પર ગંગાવાવ સહિતના ગામડાઓમાં અત્યારે વરસાદ ચાલુ હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સલાયા, ખંભાળિયા પંથકમાં એકથી દોઢ ઈંચ જેટલો સારો વરસાદ થયો હતો. ખાસ કરીને સલાયા પંથકમાં લાંબા સમયગાળ પછી વરસાદ થતા ખેડૂતો હરખાઈ ગયા હતાં.

આજે રાત્રિ સુધીમાં વરસાદી સિસ્ટમ પોરબંદર તરફથી ખંભાળિયા તરફ આવશે તેમ વેધર એનાલીસીસ્ટએ જણાવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit