વિધાનસભાના અધ્યક્ષનું જાત નિરીક્ષણઃ રૃા. ૧૦૦૦નો દંડ

ગાંધીનગર તા. ૧ઃ વિધાનસભાના અધ્યક્ષે વિધાનસભામાં જાત નિરીક્ષણ દરમિયાન ચાર કર્મચારીઓને માસ્ક નહીં પહેર્યા હોવાથી તેઓને એક હજારનો દંડ ફટકારતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

આજથી રાજ્યમાં માસ્ક ન પહેરનારને રૃા. પ૦૦ દંડ કરવાનો સરકારે નિર્ણય કર્યો હતો, તેનું પાલન કરવાનું શરૃ થઈ ગયું છે, પરંતુ માસ્ક ન મહેરવા પર દંડ વસૂલવામાં પોલીસ અસમંજસમાં મૂકાઈ છે તેવા દૃશ્યો આજે જોવા મળ્યા છે. અમુક જગ્યાએ પોલીસકર્મીઓ રૃપિયા પ૦૦ ના બદલે ર૦૦ રૃપિયાનો દંડ વસૂલી રહ્યા છે ત્યારે આ વિશે સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસને હજુ સુધી સરકાર તરફથી અમને પરિપત્ર મળ્યો નથી, જેના કારણે દંડની રકમ લેવામાં અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે. અગાઉ અગાઉ માસ્ક ન પહેરવા પર રૃપિયા ર૦૦ નો દંડ હતો, પરંતુ આજથી એટલે કે ૧ ઓગસ્ટથી જાહેરમાં થૂંકવા અને માસ્ક ન પહેરવાનો દંડ બદલાઈ ગયો છે.

અત્રે નોંધનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ૧ ઓગસ્ટ ર૦ર૦ ના શનિવારથી રાજ્યમાં જાહેરમાં માસ્ક નહીં પહેરનારા તથા જાહેરમાં થૂંકનારા લોકોને રૃપિયા પ૦૦ દંડ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી જાહેરમાં થૂંકનારાને રૃા. ર૦૦ દડ થતો હતો, જ્યારે અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં જાહેરમાં માસ્ક નહીં પહેરનારાને રૃા. ર૦૦ ના બદલે રૃા. પ૦૦ નો દંડ કરવાનો નિર્ણય અમલમાં છે. ટૂંકમાં આ બાબતોમાં દંડ વધારાયો છે અને રાજ્યભરમાં એકસરખો કરાયો છે.

મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં પહેલી ઓગસ્ટથી આ દંડની જોગવાઈનો ચૂસ્તપણે અમલ કરવા પણ અધિકારીઓને તાકીદ કરી છે. મુખ્યમંત્રીએ આ સાથે લોકોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થાય એ માટે એવો પણ નિર્ણય કર્યો છે કે, રાજ્યભરમાં અમુલ પાર્લરમાંથી બે રૃપિયાના ભાવે દસ રૃપિયામાં પાંચ માસીકનું પેકેટ ઉપલબ્ધ થશે.

મુખ્યમંત્રી રૃપાણીએ ગત્ બુધવારે મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં અમુક જગ્યાએ જાહેરમાં માસક નહીં પહેરવા સખત નારાજગી દર્શાવી હતી. સૂત્રો એવું કહે છે, મુખ્યમંત્રીની નારાજગી એ બાબત હતી કે અમુક જગ્યાએ રૃા. પ૦૦ નો દંડ કર્યો ત્યારે તંત્રએ પૂછવું તો જોઈએ ને ટૂંકમાં બ્યૂરોક્રસી કેટલી હાવી થઈને ધાર્યું કરાવે છે, એનું એક આ ઉદાહરણ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit