નગરસેવકના ભાણેજ સામે દુષ્કર્મ ગુજાર્યાની યુવતી દ્વારા પોલીસમાં પાઠવવામાં આવી અરજી

જામનગર તા. ૩૦ઃ જામનગરના એક વોર્ડના ભાજપના નગર સેવક તેમજ તેમના ભાણેજ તેમજ ભત્રીજા સામે નગરની જ એક યુવતીએ પોલીસમાં ચોંકાવનારી અરજી પાઠવી છે. જેમાં તેણીએ નગર સેવકના ભાણેજે પોતાના પર જુદા-જુદા સ્થળે લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની વિગત આપતાં ચકચાર જાગી છે. આ બાબતની તપાસ શરૃ કરવામાં આવી છે.

આ યુવતીએ અરજીમાં જણાવ્યા મુજબ તેણી નગર સેવકના ભાણેજ સાથે અભ્યાસ કરતી હતી તે વેળાએ બન્ને વચ્ચે પરીચય થયા પછી યુવતીના કહેવા મુજબ તેણીને લગ્નની લાલચ બતાવવામાં આવી હતી અને તે પછી જુદા-જુદા ગેસ્ટ હાઉસ કે અન્ય સ્થળે લઈ જઈ તેણી પર દુષ્કર્મ ગુજારાયું હતું.

આ યુવતીને લગ્ન કરવાનું વચન આપ્યા પછી નગર સેવકનો ભાણેજ ફરી જતાં વિવાદ ઉભો થયો છે. તે યુવતીએ લગ્ન કરવાનો આગ્રહ રાખતાં ઉભા થયેલા ગજગ્રાહ વચ્ચે તેણીને લાખ્ખો રૃપિયા આપવાની વાત પણ કરવામાં આવી હતી. પરંતુ તે યુવતી લાલચને વસ થઈ નથી અને તેણીએ પોતાના પર થયેલા દુસકૃત્ય અંગે અરજી પાઠવી છે. જેમાં તે યુવકે કરેલા દુષ્કર્મ અને નગર સેવક અને તેમના ભત્રીજાએ દબાણ કર્યાનું પણ જણાવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit