Advertisement

વેપારી સાથે છેતરપીંડી કરનાર નાઈઝીરીયન સ્ત્રી-પુરૃષ સામે વધુ એક ગુન્હો

અસલ પાસપોર્ટ સાથે ન હોવા છતાં બોગસ વીઝા તૈયાર કરાવી લીધાનો ઘટસ્ફોટઃ

જામનગર તા. ૨૦ઃ જામનગરના એક વેપારી સાથે કેમીકલના વ્યવસાયમાં તગડો નફો હોવાની લાલચ બતાવી ઈન્ટરનેશનલ ગેંગે રૃા. સવા કરોડ ઉપરાંતની છેતરપિંડી કરી હતી. તે પછી ચૌદ આરોપી પૈકીના એક સ્ત્રી-પુરૃષની મુંબઈથી ધરપકડ કરાઈ હતી. આ બન્ને વ્યક્તિના અસલ પાસપોર્ટ આઠ-દસ વર્ષ પહેલાં પોલીસમાં જમા થઈ ગયા હોવા છતાં તેઓ બોગસ વીઝા પર ભારતમાં રોકાઈ ગયા હોવાનું બહાર આવતાં બન્ને સામે અલગથી ગુન્હો નોંધાયો છે.

જામનગરના ૫ેલેસ રોડ પર વસવાટ કરતાં બોકસાઈટના ધંધાર્થી મનોજભાઈ નામના વેપારી સાથે થોડાં મહિના પહેલાં સોશિયલ મિડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા કેટલાંક શખ્સોએ નવા બિઝનેસમાં હાથ અજમાવવાની વાત કરી તેમાં તગડો નફો મળશે તેમ કહી માયાજાળ પ્રસરાવી હતી અને તે પછી નાઈઝીરિયાના યુવક-યુવતી, નાસિકની પેઢી વગેરે લોકોની આ પ્રકરણમાં એન્ટ્રી કરાવવામાં આવી હતી.

જામનગરના વેપારીએ મગાવેલંું કેમીકલ માર્ગમાં ચેકીંગમાં પકડાઈ ગયું છે તેમ કહી તે કેમીકલની ડીલેવરી આપવામાં આવી ન હતી અને નગરના વેપારીને રૃા. એક કરોડ પાંત્રીસ લાખનો ધુંબો મારી દેવામાં આવ્યો હતો. જેની પોલીસમાં ફરિયાદ થયા પછી નાઈઝીરિયાના ઓનીથે જીલીગબો હેપ્રોચી ઉર્ફે ચીમા ઉર્ફે એન્થોની ઉર્ફે કોંઝા, ઓકોનકવો પરપેચ્યુઅલ ગીફટ ઉર્ફે માઈકલ ઉર્ફે સોફિયા કેનેડી, ટ્રેસી મુરફી, ડેવિડ હિલેરી, મુંગેશ યાદવ, અઝહર કરીમ, નવિન શંકર શર્મા સહિતના ચૌદ સામે તપાસ શરૃ કરાઈ હતી. તેમાંથી ઓનિથે ઝીલીગબો તેમજ ઓપોનકવો ઉર્ફે સોફિયા કેનેડીની મુંબઈમાંથી અટકાયત કરી લેવાઈ હતી.

આ બન્ને વ્યક્તિની શરૃ કરાયેલી પૂછપરછ દરમ્યાન તેઓની પાસે પાસપોર્ટ જોવા મંગાતા નવો ઘટસ્ફોટ થયો છે. નાઈઝીરિયા દેશના વતની એવા ઉપરોકત સ્ત્રી-પુરૃષ પોતાના અસલી પાસપોર્ટના આધારે ભારતમાં આવ્યા હતા. તે પછી નવી મુંબઈના બેલાપુરની કમિશનર કચેરી તેમજ કર્ણાટકના એક પોલીસ સ્ટેશનમાં તેઓએ પોતાના પાસપોર્ટ જમા કરાવી દેવા પડયા હતાં.

ત્યારપી સમયાંતરે આ વ્યક્તિઓએ પોતાને મેળવવાના થતાં વીઝા માટે બોગસ આધારો રજૂ કરી વિઝા તૈયાર કરાવ્યા હતા અને જે તે સ્થળે તે વીઝા દર્શાવી છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. તેથી પીઆઈ કે. જે. ભોયેએ ખુદ ફરિયાદી બની ઉપરોકત બન્ને સામે આઈપીસી ૪૬૮, ૪૭૧, ૧૧૪ તથા ફોરેનર્સ એકટની કલમ ૧૪(એ, બી) હેઠળ સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંેંધાવી છે. આ ગુન્હામાં બન્નેની ધરપકડ કર્યા પછી રિમાન્ડ પર લેવાની તજવીજ કરવામાં આવી રહી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit