જી.જી.હોસ્પિટલમાંથી પાંચ દર્દીઓ સાજા થતા રજા અપાઈઃ ૧૧ દર્દીઓ સારવાર હેઠળ

જામનગર તા. ૨૩ઃ જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોઈ પોઝિટિવ કેસ નોંધાયા નથી બીજી તરફ આજે પાંચ દર્દીઓ સાજા થતા તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હવે ૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે. તો આજે નવા ૧૪૯ સેમ્પલો ચકાસણી માટે આવ્યા છે.

જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નથી આથી તંત્ર હાશકારો અનુભવી રહ્યું છે. તો બીજી તરફ આજે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ રહેલા કોરોના પોઝિટિવ રિપોર્ટ ધરાવતા પાંચ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં ત્રણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ વિરેન્દ્રસિંહ જાડેજા (આરોગ્ય વર્કર - અલીયાબાડા), કૃણાલ સાગઠીયા (રેફયુજી ફાર્મસીસ્ટ) અને લાખાબાવળના એમ્બ્યુલન્સના ડ્રાઈવર કાસમભાઈ ખીરા ઉપરાંત વિજયભાઈ ચૌહાણ અને પુનિત મજીઠીયાનો સમાવેશ થાય છે. જેમાં ચારને આયુર્વેદ કોવિડ-સેન્ટરમાં અને એકને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યાં છે.

ગઈકાલ સાંજ સુધીમાં આઈસોલેશન વોર્ડમાં ૧૬ દર્દીઓ સારવાર હેઠળ હતાં તેમાંથી પાંચ દર્દીઓને રજા આપવામાં આવી હતી. હવે ૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે.

દરમિયાન ગઈકલો ર૧૭ સેમ્પલો ચકાસણી માટે આવ્યા હતાં. તેમાંથી ર૦૯ નો રિપોર્ટ નેગેટિવ મળ્યો હતો. જ્યારે એક મોરબીના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો.

તો ગત્ સાંજે એકપણ દર્દીના સેમ્પલો ચકાસણી માટે આવ્યા ન હતાં. દરમિયાન આજે સવારના બેચમાં જામનગરના ૩, પોરબંદરના ર૬, દેવભૂમિ દ્વારકા જિલ્લાના પપ અને મોરબીના ૬પ મળી કુલ ૧૪૯ સેમ્પલો પૃથ્થકરણ માટે સરકારી લેબમાં આવ્યા છે. જેનો રિપોર્ટ હવે પછી મળનાર છે. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit