પાક.ના વિદેશમંત્રી કુરૈશીને કોરોના

પાકિસ્તાનમાં સંક્રમણ વધી રહ્યું છેઃ

ઈસ્લામાબાદ તા. ૪ઃ પડોશી દેશ પાકિસ્તાનમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. પાક.ના વિદેશમંત્રી શાહ મહમુદ કુરૈશીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં હાલ ડરનો માહોલ છે, ત્યારે આ વાઈરસના કારણે પાડોશી દેશ પાકિસ્તાનની હાલત પણ ખરાબ થઈ રહી છે. ત્યાં પણ સંક્રમણથી દર્દીઓની સંખ્યા વધી રહી છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુદ કુરૈશી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેની જાણકારી ખુદ પોતાના ટ્વિટર હેંડલ પર આપી છે.

ટ્વિટમાં કુરૈશીએ લખ્યું છે કે, બપોરના મને હલ્કો તાવ આવ્યો અને મેં ઘરે તુરંત જ પોતાની જાતને ક્વોરન્ટાઈન કરી દીધો. હું કોરોનાથી પોઝિટિવ આવ્યો છું. અલ્લાહની કૃપાની હું મજબૂત અને ઉર્જાવાન જણાઈ રહ્યો છું. હું ઘરમાં જ મારી ડ્યુટી ચાલુ રાખીશ. કૃપા કરીને મારા માટે પ્રાર્થના કરો.

પડોશી દેશ પાકિસ્તાનમાં દરરોજ હજારોની સંખ્યામાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા આવી રહી છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં ર.ર૦ લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે તથા ૪પ૦૦ થી વધુ લોકોના જીવ ગયા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit