| | |

જામનગરની એલ.જી. હરિયા સ્કૂલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી

જામનગર તા. ૧૧ઃ જામનગરની એલ.જી. હરિયા સ્કૂલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ જન્માષ્ટમી અનુલક્ષીને વિવિધતાસભર કાર્યક્રમ રજૂ કર્યો હતો.

નૃત્યકલા સાથે ભારતના સૈનિકોના હ્યદયના ભાવ રજૂ થયા હતાં. રાસ-ગરબા હરિફાઈ યોજાઈ હતી. તેમની રસ્સા ખેંચ સ્પર્ધા પણ યોજાઈ હતી. આચાર્ય ધવલભાઈ ભટ્ટે આયોજન કર્યુ હતું. ઓશવાળ એજ્યુ. ટ્રસ્ટના ડીઓઈ અંજના આશર, પીઆરઓ બંસરી ભટ્ટ ખાસ હાજર રહ્યાં હતાં. નિર્ણયાકો તરીકે કૌસા ત્રિવેદી, કંજરી પંડ્યા, કલ્પેશ પરમાર, દર્શના જોષીએ સેવા આપી હતી. સંચાલન રાજ શાહે કર્યુ હતું.

 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit