જીએસટીમાં બિઝનેસ અને ગ્રાહકો બન્નેના હિતો જાળવીને થઈ શકે છે મોટા ફેરફાર

ચારના બદલે ત્રણ સ્લેબ સાથે સરળીકરણ માટે વિચારણાઃ

નવી દિલ્હી તા. ૪ઃ જીએસટીમાં બિઝનેસ અને ગ્રાહકો હવે બન્નેના હિતો જળવાય, તે પ્રકારે મોટા ફરેફારો કરવા અને ચારના બદલે ત્રણ સ્લેબ સાથે સરણીકરણ માટે કાઉન્સિલ નિર્ણય લઈ શકે છે. આ અંગે વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

જીએસટીમાં રાજકીય વિચારધારાઓને બદલે વિવેકના આધાર પર ટેક્સ રેટનું સરળીકરણ અને વધુ કોમ્પલાયન્સ સરળ કરવામાં આવે તેવી શક્યતા સૂત્રો જણાવી રહ્યા છે.

જીએસટીના ૪ ના બદલે ૩ સ્લેબ પર વિચાર કરવામાં ઓ તવી શક્યતા છે. જેમાં પ ટકા, ૧ર ટકા, ૧૮ ટકા અને ર૮ ટકાના વર્તમાન સ્લેબના સ્થાને ૮ ટકા, ૧૮ ટકા અને ર૮ ટકા નક્કી થાય તેવી શક્યતા છે. સૂત્રોએ કહ્યું છે કે હવે મળનાર જીએસટી કાઉન્સિલમાં ટેક્સસ્ટાઈલ, ફર્નિચર અને ખાતર જેવા ક્ષેત્રો માટે ડ્યુટી ડિસ્ટોરેશન (વિકૃતિઓ) ને દૂર કરવા વિચારણા થાય તેવી શક્યતા છે. અહીં ફીનીશ્ડ ગુડ કરતા ઈનપુટ પર ટેક્સ વધુ લાગતો હોય છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટેક્સ સ્લેબમાં ઘટાડો અને ઈન્વર્ટ ડ્યુટી સ્ટ્રક્ચરમાં સુધારા બન્ને કેટલીક વસ્તુઓના કર દરોમાં વૃદ્ધિ અને ઘટાડા બન્નેને પ્રોત્સાહન આપશે. કોરોના વાઈરસ મહામારીને કારણે અર્થતંત્ર હજુ માંડ લોકડાઉનમાંથી બહાર આવ્યું છે ત્યારે કાઉન્સિલ યોગ્ય સમયે દરોના સરળીકરણ પર નિર્ણય લઈ શકે છે કે જેથી બીઝનેસ અને ગ્રાહકો બન્ને ઉપર માઠી અસર ન પડે. કોમ્પલાયન્સ સરળ કરવાની બાબત સતત પ્રક્રિયા છે અને તે ચાલુ રહેશે. ભારતમાં ર૦૧૭ માં જીએસટી લાગુ થયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૧૦ મિલિયન જીએસટી રીર્ટન ફાઈલ થયા છે અને લગભગ ૧ ટ્રિલિયન કરોડ માસિક એકઠા થયા છે. હવે સમય છે કે તેને વધુ સરળ બનાવવામાં આવે કે જેથી ટેક્સ કલેક્શન વધે અને સિસ્ટમ એવી બને કે કરદાતાઓને પણ સરળતા રહે.

હવે બધો નિર્ણય જીએસટી કાઉન્સિલ લેશે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઈન્વર્ટેડ ડ્યુટીવાળી આઈટમના રેટમાં ફેરફાર થઈ શકે છે. આવી આઈટમમાં ખાતર, ફૂટવેર, ટ્રેક્ટર, ફાર્મા, તૈયાર કપડા, વોટર પમ્પ, મેડિકલ સાધનો સામેલ છે. જેના કારણે ર૦ કરોડનું નુક્સાન થાય છે. આ બધી ચીજોમાં ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરની મુશ્કેલી છે એટલે કે તેનો ઈનપુટ જીએસટી વધુ છે અને આઉટપુટ પ્રોડક્ટ પર જીએસટી ઓછો હોય છે. આવી અનેક આઈટમ છે જેના ઉપર સરકાર ધ્યાન કેન્દ્રિત કરશે તેમ જાણવા મળે છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit