Advertisement

જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા ઉદ્યોગકારો માટે યોજાયો પ્રેરણાત્મક સેમિનાર

જામનગર તા. ૧૩ઃ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા જામનગરના ઉદ્યોગકારો માટે પ્રેરણાત્મક સેમિનાર યોજાયો હતો. જેમાં સુરતના ડાયમન્ડ કીંગ તરીકે ઓળખાતા સવજીભાઈ ધોળકિયા ખાસ હાજર રહ્યા હતાં. આ સેમિનારમાં સવજીભાઈના ખાસ મિત્ર જામનગરના અરવિંદભાઈ શાહ, ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ રમણીકભાઈ અકબરી, જીઆઈડીસી પ્લોટ/શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયા, સંસ્થાના હોદ્દેદારો, સભ્યો, ઉદ્યોગકારો હાજર રહ્યા હતાં. એસો.ના પ્રમુખ લાખાભાઈ કેશવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સવજીભાઈ ધોળકિયાએ સતત બે કલાક ઉદ્બોધન કરી તેમના વ્યાપારિક અનુભવો જણાવ્યા હતાં. ઉદ્યોગકારોને પારિવારિક મૂલ્યોનું મહત્ત્વ સમજાવ્યું હતું અને પ્રેરણાત્મક વિચારો રજૂ કર્યા હતાં. ઉદ્યોગકારોના પ્રશ્નોના ઉત્તર તેમણે આપી પ્રોત્સાહિત કર્યા હતાં. સંચાલન સહમંત્રી હર્ષદભાઈ પણસારાએ અને આભારદર્શન ઉપપ્રમુખ ભરતભાઈ દોઢિયાએ કર્યું હતું.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit