'સમાધિ સ્થાન' ધુનેશ્વર આશ્રમ તથા જામનગર આશ્રમ ગુરૃપૂર્ણિમાના દિવસે સંપૂર્ણ બંધ રહેશે

જામનગર તા. ૪ઃ સર્વે ભક્તજનોને જણાવવાનું કે, વધતા જતાં વૈશ્વિક કોરોના વાયરસ, રોગચાળાને લીધે, અને ભારત સરકાર તેમજ ગુજરાત સરકારની કોવિડ-૧૯ ની ગાઈડ લાઈન્સને અનુસરતા આપ સર્વે તમામ ભક્તજનો/મુલાકાતીઓ, સગા-સંબંધીઓ તથા અન્ય વ્યક્તિઓની સલામતી અને સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખી તેમજ હાલ પૂરતું જ્યાં સુધી આગામી સૂચના ન મળે ત્યાંસુધી સર્વે બહારથી આવનાર ભક્તજનો, મુલાકાતીઓ,વ્યક્તિઓ માટે 'સમાધિ સ્થાન' ધૂનેશ્વર આશ્રમ તથા જામનગર આશ્રમની મુલાકાત સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવેલ છે. તા. પ-૭-ર૦ર૦, રવિવાર, અષાઢ સુદ પૂનમના 'ગુરૃપૂર્ણિમા' નો પ્રસંગ, આ વખતે આપ સર્વે ભાવિક ભક્તજનો, શિષ્યો પોત પોતાના ઘરે જ ભજન, કીર્તન, સત્સંગ, પૂજન, આરતી, પ્રણામ, પ્રસાદનો આનંદ, અંતરના શુભ ભાવથી માણસો જણાવેલ છે. તો આપ સર્વે ભક્તજનોને જણાવવામાં આવે છે કે, ગુરૃ આજ્ઞા સમજી, શાનથી સમજી, અનુસરવા વિનંતી કરવામાં આવેલ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit