નગરમાં આર્ય સમાજ દ્વારા તમામ સત્સંગો ૩૧ મે સુધી સ્થગિત

જામનગર તા. ૨૩ઃ ભારત સરકાર દ્વારા કોરોના વાયરસના પગલે લોકડાઉન તા. ૩૧-૫-૨૦ સુધી લંબાવવામાં આવ્યું છે. જેના પગલે જામનગર આર્ય સમાજમાં દૈનિક અને સાપ્તાહિક સત્સંગો તા. ૩૧-૫-૨૦ સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. જામનગર આર્યસમાજના સર્વે સદસ્યો, સહાયકો અને શુભેચ્છકો તેમના ઘરે રહીને યજ્ઞ કરવા માનદ્દમંત્રી મહેશ રામણીએ જણાવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit