શહેરમાં ૬ અને કાલાવડમાં ૧ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર

ગોકુલધામ સોસાયટીમાં કન્ટેઈનમેન્ટનો વિસ્તાર વધારાયોઃ

જામનગર તા. ૪ઃ કોરોનાના કેસ નોંધાતા જામનગરના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ રવિશંકરે જામનગર શહેરના વધુ ૬ કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે, જે પૈકી નગરની ગોકુલધામ સોસાયટીના પહેલાનો વિસ્તાર વધારાયો, તેનો સમાવેશ થાય છે.

જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ કોવિડ-૧૯ કન્ટેઈનમેન્ટ એરિયામાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં નગરપાલિકા વિસ્તારમાં કુંભારનાથ પરામાં ભીખુભાઈ ગૌરીશંકર ચાઉથી મનસુખગીરી જેરામગીરી ગોસ્વામી સુધી રમણિકલાલ ગૈરીશંકર ઠાકરથી પ્રેમજીભાઈ બરજીભાઈ દુધાગરા સુધી તથા પરેશભાઈ મગનભાઈ હિરપરાથી વસનબેન પરશોત્તમભાઈ ઠુંમર સુધીના ૧૪ ઘરનો સમાવેશ થાય છે.

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી સિદ્ધાર્થ કોલોની શેરી નં. ૧૩ માં સમાવિષ્ટ ૧૦ મકાનોનો વિસ્તાર, કાલાવડ નાકા બહાર બાલનાથ મહાદેવ મંદિર પાસે બાબુ અમૃતના ડેલા તરીકે ઓળખાતો વિસ્તાર જેમાં જય ચામુંડા કૃપા નાનજી નિવાસ તાથ શ્રી ગણેશ બંગલો વિગેરેનો સમાવેશ થાય છે તેવા ૮ મકાનોનો વિસ્તાર, પટણી વાડમાં શાહ બાપુની દરગાહ પાસે આવેલ નસીબ પ્રોવિઝન સ્ટોર સામેની બંધ ડેલીનો પેક વિસ્તાર, પાર્શ્વનાથ દેરાસરની બજુમાં આવેલ આંબલી ફળી તરીકે ઓળખાતા વિસ્તારમાં મામા સાહેબની શેરી જેમાં પાર્થમણી બંગલોનો સમાવેશ થાય છે તે પ૦ મી. લંબાઈનો શેરીનો વિસ્તાર, રણજીતસાગર રોડ પર આવેલ નંદનવન પાર્ક શેરી નં. ર, શ્રદ્ધા જનરલ સ્ટોરવાળી શેરીના ૧ર મકાનોનો સમાવિષ્ટ વિસ્તારને કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરેલ છે.

તદુપરાંત તા. ૩૦-૬-ર૦ર૦ ના જાહેરનામામાં દર્શાવેલ એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલ શ્રીજી હોલ નજીક ગોકુલધામ સોસાયટી કન્ટેઈનમેન્ટ ઝોનના વિસ્તાર ઉપરાંત પાર્થ બંગલા સુધીના પ મકાનોનો વધારાનો વિસ્તારનો વધારો કરાયો છે. આ જાહેરનામું તા. ૩-૭-ર૦ર૦ થી તા. ૧૬-૭-ર૦ર૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit