Advertisement

સલાયામાં એક મકાનમાં રમાતા લૂડો ગેઈમના જુગાર પર પોલીસનો દરોડો

સલાયા તા. ૨૫ઃ સલાયામાં એક મકાનમાં ગઈકાલે બપોરે જુગાર રમાતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડતા એક મહિલાના મકાનમાં લૂડો ગેઈમ પર જુગાર રમતા નવ ઝડપાયા છે. જુગાર રમાડનાર મહિલા નાસી ગયા છે. સ્થળ પરથી આઠ મોબાઈલ, રોકડ મળી રૃા. પોણા લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. જ્યારે રાવલમાં જાહેરમાં તીનપત્તી રમતા ચારને પકડી લેવામાં આવ્યા છે. જ્યારે બે નાસી ગયા છે.

ખંભાળિયા તાલુકાના સલાયા નજીકના જકાતનાકા ૫ાસે મકાનમાં ગઈકાલે બપોરે જુગારની મહેફિલ જામી હોવાની બાતમી પરથી સલાયા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં આવેલા ઝરીના નૂરમામદ સંઘારના મકાનમાં દરોડો પાડયો હતો.

તે મકાનમાં ઝરીનાબેન દ્વારા લૂડો ગેઈમ્સ પર રમાડાતો જુગાર ઝડપાઈ ગયો હતો. આ મહિલા દ્વારા ગેઈમ રમવા માટે વ્યવસ્થા કરી આપવામાં આવી હતી અને તે માટે નાલ પણ ઉઘરાવાઈ હતી. પોલીસે ત્યાંથી સિદિક ઓસમાણ સંઘાર, નઝીર હારૃન સંઘાર, કરીમ હાસમ સુંભણિયા, ઈકબાલ ઓસમાણ કારા, હાસમ ઈસ્માઈલ ભાયા, રમીઝ તાલબ ભગાડ, આમીન ઈબ્રાહિમ ગંઢાર, સલીમ અલી ભગાડ, સાલેમામદ કરીમ ભગાડ ઉર્ફે સાલુ પટેલ નામના નવ વ્યક્તિને જુગાર રમતા પકડી પાડયા હતા.

પોલીસે આ શખ્સોના આઠ મોબાઈલ તથા રૃા. ૩૮,૨૦૦ રોકડા, પ્લાસ્ટીકનુ કેરમ બોર્ડ, અઠ્ઠાવીસ કાકરી, બે પાસા મળી કુલ રૃા. ૭૭,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દસેય સામે જુગાર ધારાની કલમ ૪-૫ હેઠળ ગુન્હાની નોંધ કરાઈ છે અને નવ આરોપીની ધરપકડ કરાઈ છે. જ્યારે ઝરીનાબેન મળી આવ્યા નથી. આ કાર્યવાહીમાં પ્રોબે. પીઆઈ અક્ષય પટેલ, એએસઆઈ વીરાભાઈ સુવા, નગાભાઈ લુણા, જેસાભા માણેક, હે.કો. ડી. જે. જાડેજા, વી. વી. માયાણી, એચ. પી. ચૌહાણ, બી. એ. વસરા, કે. સી. બડલ, કે. બી. સોંદરવા, એચ. એ. ઝાલા, લીલુબેન સાથે રહ્યા હતા.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં ગઈકાલે બપોરે જાહેરમાં કુંડાળુ વળી તીનપત્તી રમતા કરશન પરસોત્તમ જમોડ, નગાભાઈ વીરમભાઈ ગામી, લખુભાઈ રણમલભાઈ કોળી, સંજય વીંજુભાઈ બારીયા નામના ચાર શખ્સ ઝડપાઈ ગયા હતા. જ્યારે પોલીસને જોઈને લીલાભાઈ વીંજુભાઈ બારીયા, પોપટ સુકાભાઈ વાઘેલા નામના બે શખ્સ નાસી ગયા હતા. પોલીસે રૃા. ૧૭૧૦ રોકડા કબ્જે કર્યાં છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit