ભાટીયામાં પોલીસનું ફૂટ પેટ્રોલીંગઃ માસ્ક પહેર્યા વગર નીકળેલા નાગરિકો દંડાયા

ભાટીયા તા. ૪ઃ ભાટીયામાં ગઈકાલે પોલીસે મુખ્ય બજાર અને અન્ય વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ કર્યા પછી માસ્ક પહેર્યા વગર પસાર થતા નાગરિકો પાસેથી રોકડ દંડની વસુલાત કરી હતી.

કલ્યાણપુર તાલુકાના ભાટીયામાં કોરોના મહામારી વચ્ચે પ્રથમ લોકડાઉનથી જ પોલીસ દ્વારા કડક હાથે કામ લઈ સરકારની ગાઈડલાઈન મુજબ નાગરિકોને તે મહામારીથી બચાવવા સરાહનીય રીતે કામગીરી કરવામાં આવી રહી છે. તે દરમ્યાન ગઈકાલે ભાટીયા આઉટ પોસ્ટના મહિલા પીએસઆઈ કે.એમ. ઠાકરીયાના વડપણ હેઠળ સ્ટાફના કરશનભાઈ, આલાભાઈ વિગેરે ભાટીયાની મુખ્ય બજાર તેમજ શેરી-ગલીઓમાં ચેકીંગ હાથ ધરી માસ્ક પહેરવાનું ફરજીયાત હોવા છતાં માસ્ક પહેર્યા વગર નીકળેલા નાગરિકો પાસેથી રૃા. ૩૬૦૦ની રોકડ દંડ વસુલ્યો છે. માસ્ક ફરજીયાત થયા પછી ગઈકાલ સુધીમાં ભાટીયા પોલીસે રૃા. એકાદ લાખના રોકડ દંડની વસુલાત કરી લોકોને માસ્ક પહેરવા માટે પ્રેરણા આપી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit