Advertisement

શૈક્ષણિક સંસ્થાઓ, છાત્રાલયોને પ્રોપર્ટી ટેક્સ, પાણી વેરામાં માફી શા માટે નહીં ?

જામનગર તા. ર૭ઃ છેલ્લા બે વરસથી ચાલી રહેલા કોરોના કાળના રાજ્ય સરકાર દ્વારા સિનેમા હોલ, મલ્ટી પ્લેક્સ, મોલ, પાર્ટી પ્લોટ વગેરેને પ્રોપર્ટી ટેક્સ તથા પાણ વેરા વગેરે માફ કરી મોટી રાહત આપી છે.

આ સંજોગોમાં કોરોના કાળમાં બંધ રહેલી શૈક્ષણિક સંસ્થાઓ, છાત્રાલયોને પણ પ્રોપર્ટી ટેક્સ, પાણી વેરામાં રાહત આપવાની તાતિ જરૃર છે. શૈક્ષણિક સંસ્થાઓ કે છાત્રાલયો કોઈ વેપારી સંસ્થા નથી, ત્યારે રાજ્યભરના ટ્રસ્ટો, શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવી પડે તે અગાઉ રાજ્ય સરકારે પોતાની સદ્બુદ્ધિ અને સંવેદના દર્શાવી આપી સંસ્થાઓને બે વરસાદ માટે પ્રોપર્ટી ટેક્સ, પાણી વેરા માફ કરવાની વ્હેલાસર જાહેરાત કરવી જોઈએ.

જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ, લોહાણા મહાપરિષદના છાત્રાલય વિભાગના પૂર્વ અધ્યક્ષ તથા જામનગરના હિરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્યા છાત્રાલયના ટ્રસ્ટી વજુભાઈ પાબારીના જણાવ્યા પ્રમાણે આ છાત્રાલયે બે વરસનું પાણી વેરાનું બીલ રૃપિયા ૬૦ હજાર ભરપાઈ કર્યું છે. છાત્રાલય બંધ હોવાથી પાણીનો ઉપયોગ થયો નથી. છતાં આવી માતબર રકમનો બોજો સંસ્થાએ ભોગવવો પડ્યો છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit