Advertisement

જામનગરમાં કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ કરનારા ચોવિસ બેદરકારો ઝડપાયાઃ વસુલાયો રૃા. ૭પ૦૦ નો દંડ

જામનગર તા. ર૯ઃ જામનગરમાં કોરોના સંબંધિત સરકારી ગાઈડ લાઈનનો ભંગ કરવા અન્વયે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગઈકાલે કુલ ર૪ વ્યક્તિઓ સામે કાર્યવાહી  કરવામાં આવી હતી અને રૃા. ૭પ૦૦ ની દંડનીય વસુલાત કરવામાં આવી હતી.

કોરોના વાયરસ વકરતો અટકાવવા માટે જરૃરી જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. અને તેની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. ગઈકાલે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચેકીંગ દરમિયાન માસ્ક નહીં પહેરનાર એક વ્યક્તિ પાસેથી એક હજારની દંડનીય વસુલાત કરવામાં આવી હતી. જ્યારે સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરવા બદલ ર૩ વ્યક્તિઓ પાસેથી રૃા. ૬પ૦૦ ની દંડનીય વસુલાત કરવામાં આવી હતી. આમ ગઈકાલે ર૪ વ્યક્તિઓ પાસેથી રૃા. ૭પ૦૦ ની વસુલાત થઈ હતી. તા. રર માર્ચથી ગઈકાલ તા. ર૮-જુલાઈ સુધીમાં એટલે કે, સવાચાર માસ દરમિયાન કુલ ૭૭૪૦ લોકો પાસેથી રૃા. ર૭,૭ર,૯૧૦ ની દંડનીય વસુલાત કરવામાં આવી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit