Advertisement

જાંબુડામાં રહેણાંક મકાનમાં ચોરી

રૃપિયા એકાદ લાખના દાગીના ઉપડી ગયાઃ

જામનગર તા. ૨૦ઃ જામનગરના જાંબુડામાં વસવાટ કરતો એક પરિવાર રવિવારે રાજકોટ ગયા પછી માત્ર છ-સાત બંધ પડેલા તેમના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘૂસી ગયેલા તસ્કરોએ અંદરથી રૃા. એકાદ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી છે.

જામનગરના જાંબુડા ગામમાં વસવાટ કરતા કેશુભાઈ મગનભાઈ લીલાપરા નામના આસામી પોતાના પરિવાર સાથે પારિવારિક કામસર રવિવારે રાજકોટ ગયા હતા. જ્યાંથી સાંજના સમયે કેશુભાઈ પરત ફર્યા હતાં.

તેઓ જ્યારે ઘેર પરત ફર્યા ત્યારે તેઓએ પોતાના મકાનના બારણામાં તાળું તૂટેલું જોયું હતું. તેથી કેશુભાઈએ ઉંચક શ્વાસે ઘરમાં તપાસ કરતાં ઘરમાંથી રૃા. એકાદ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરાઈ ગયાનું જણાઈ આવ્યું હતું. માત્ર છ-સાત કલાક પૂરતા બંધ રહેલા તેમના મકાનમાં ઘૂસેલા તસ્કરોએ અંદર માલસામાન ફેંદી નાખી કબાટ પણ ખોલી નાખ્યો હતો અને દાગીનાની ઉઠાંતરી કરી લીધી હતી.

આ બાબતની પંચકોષી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit