Advertisement

બેડી વિસ્તારમાં બાળકી પર મોત બનીને ત્રાટકયો જર્જરીત થાંભલો

આવા થાંભલા તાકિદે બદલવાની તાતી જરૃરઃ

જામનગર તા. ૨૪ઃ જામનગરના બેડીમાં આજે સવારે એક બાળકી પર જર્જરીત બનેલો એક થાંભલો મોત બનીને ત્રાટકયો હતો. થાંભલો પડતાં ગંભીર ઈજા પામેલી બાળકીનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજયું છે. આ બનાવે બેડી વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ વિસ્તારનો વીજ પુરવઠો રોકાવી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જામનગરના બેડી વિસ્તારમાં આવેલા ઈમામ-એ-આઝમ ચોકમાં વસવાટ કરતાં શબ્બીરભાઈ સુરંગી નામના વાઘેર યુવાનની દસેક વર્ષની પુત્રી સુફિયા આજે બપોરે બારેક વાગ્યે પોતાના ઘર પાસેથી ચાલીને જતી હતી ત્યારે આ બાળકી પર ત્યાં આવેલો એક વીજ થાંભલો મોત બનીને તૂટી પડયો હતો.

જર્જરિત બની ચુકેલા આ થાંંભલાનો અમુક ભાગ તે બાળકી પર પડતાં તેણીનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયું છે. આ વિસ્તારના નગરસેવક નૂરમામદ પલેજા, એડવોક્ટ હારૃન પલેજા સહિતના અગ્રણીઓ બનાવની જાણ થતાં દોડી ગયા હતાં. મૃતક બાળકીના પિતા શબ્બીરભાઈ મજૂરીકામ કરે છે અને તેઓને સંતાનમાં સુફિયા ઉપરાંત અન્ય એક પુત્રી અને એક પુત્ર છે. આ બનાવે બેડી વિસ્તારમાં અરેરાટી પ્રસરાવી છે. થાંભલો પડી જવાની જાણ થતાં તે વિસ્તારનો વીજપુરવઠો રોકાવી સમારકામ શરૃ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, આ બનાવ જ્યાં બન્યો છે તે બેડી વિસ્તાર ઉપરાંત જામનગર શહેરના કેટલાંક વિસ્તારોમાં અમુક વીજ થાંભલાઓ જર્જરિત બની ગયા છે. જેના કારણે આવા જીવલેણ અકસ્માતની તલવાર ભય બનીને સતત તોળાતી રહે છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit