ગુજરાત આયુર્વેદ યુનિ. દ્વારા મહિલા દિન ઉજવાયો

જામનગર તા. ર૬ઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ- ૮ માર્ચ ર૦ર૦ ની ઉજવણી નિમિત્તે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન આઈ.પી.જી.ટી. એન્ડ આર.એ. ઈન્સ્ટિટ્યુટના પ્રસૂતિ તંત્ર અને સ્ત્રી રોગ વિભાગ દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યની જાળવણી તથા નારી સશક્તિકરણ માટે ડો. પી.એમ. મહેતા ઓડિટોરિયમ, આઈ.પી.જી.ટી. એન્ડ આર.એ. ઈન્સ્ટિટ્યુમાં બે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્તમાન સમયમાં સ્ત્રીઓની ભૂમિકા વિષે જામનગરના જાણીતા વ્યાખ્યાતા ડો. સુરભી જી. દવે દ્વારા તથા સુખી અને તંદુરસ્ત જીવન માટે આર્ટ ઓફ લિવિંગના શ્રી શિલ્પી દીદી દ્વારા વ્યાખ્યાન તથા પ્રાયોગિક નિદર્શન આપવામાં આવ્યું હતું. જેની સંસ્થાના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીનીઓ તથા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના મહિલા કર્મચારીઓ તથા જામનગરની મહિલાઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

૮ માર્ચ ર૦ર૦ રવિવારના વિવિધ પ્રાદેશિક રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સંસ્થાના મહિલા કર્મચારીઓ, વિદ્યાર્થીનીઓ તથા અન્ય મહિલાઓએ રસપૂર્વક ભાગ લીધો હતો. આ દરેક રમતમાં વિજેતાને પ્રોત્સાહક ઈનામ મા. કુલપતિશ્રી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તથા આઈ.પી.જી.ટી. એન્ડ આર.એ. સંસ્થાના વડા પ્રોફેસર ડો. અનુપ ઠાકર દ્વારા આપવામાં આવ્યા હતાં.

close
Nobat Subscription