શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની શિક્ષણમંત્રીને રજુઆત

ખંભાળિયા તા.૧૬ઃ ગુજરાત રાજય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની બેઠક રાજયના શિક્ષણમંત્રી સાથે યોજાઈ હતી. જેમાં વિવિધ મંડળોના હોદ્દેદારો, નાણાં વિભાગના અગ્ર સચિવ, શિક્ષણ સચિવ, સંયુકત સચિવ, નાયબ નિયામક સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં.

આ બેઠકમાં વર્ગ ઘટાડાથી કાર્યવાહી હાલ સ્થગિત કરવાનો નિર્ણય કરાયો હતો. ૩૧૭.૧૬ થી નિમાયેલા શિક્ષકોને બીન શરતી કામગીરી, રક્ષણ આણવામાં આવશે. શિક્ષણ સહાયકોની પ્રથમ પાંચ વર્ષની નોકરી સળંગ ગણાયાનો નિર્ણય કરાયો હતો. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતીનો પાંચમો રાઉન્ડ તરત શરૃ થશે તેમ જણાવાયું હતું. આ ઉપરાંત લાયકાત ધરાવતા સેવકને કલાર્કમાં બઢતી આપવા ખાત્રી મળી હતી.

બોર્ડના પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિમાં ફેરફાર કરવાનો સ્વીકાર કરાયો હતો. આચાર્યના ભરતી માટે રાજય પરીક્ષા બોર્ડને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવશે. સાતમા પગારપંચના એરીયર્સ ૨૦૨૧ માં ચૂકવાશે.  આ બેઠકમાં સંકલન સમિતિના પ્રમુખ જે.પી. પટેલ, નારણભાઈ પટેલ, ભાસ્કરભાઈ પટેલ,, ભરતભાઈ પટેલ, દિનેશભાઈ ચૌધરી, અજીતસિંહ હાજર રહ્યા હતાં.

close
Ank Bandh
close
PPE Kit