ચીન-ભારત સરહદે છેલ્લા ૬ માસમાં કોઈ ઘૂસણખોરી જ થઈ નથીઃ કેન્દ્ર

નવી દિલ્હી તા. ૧૬ફ આજે સંસદમાં ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઊઠ્યો હતો. રાજ્યસભામાં એક સાંસદે પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રિય ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે, છેલ્લા ૬ મહિનામાં ચીન સીમા પર કોઈપણ પ્રકારની ઘૂસણખોરી થઈ જ નથી.

ભારત અને ચીનની વચ્ચે લદ્દાખ બોર્ડર પર છેલ્લા કેટલાય મહિનાઓથી તણાવ ચાલી રહ્યો છે. ચીને સીમા પર પોતાના સૈનિકોની સંખ્યા વધારી લીધી છે. આ વચ્ચે બુધવારે કેન્દ્રિય ગૃહમંત્રાલયે સંસદમાં જાણકારી આપી કે છેલ્લા ૬ મહિનામાં ભારત-ચીનની સીમા પર કોઈપણ પ્રકારની ઘૂસણખોરી થઈ નથી. રાજ્યસભામાં એક સાંસદ તરફથી સવાલ પૂછાયો હતો કે છેલ્લા ૬ મહિનામાં પાકિસ્તાન અને ચીનની સીમા પર કોઈ ઘૂસણખોરીમાં વધારો થયો છે કે કેમ, તેના પર ગૃહમંત્રાલયે લેખિતમાં જવાબ આપ્યો છે કે ચીન સીમા પર કોઈપણ પ્રકારની ઘૂસણખોરી થઈ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, લદ્દાખમા હાલની જે સ્થિતિ બનેલી છે, તેને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલનું ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે. તેવામાં તેને ઘૂસણખોરી માનવામાં આવી નથી. ગૃહમંત્રાલયના એક અધિકારી પ્રમાણે, ઘૂસણખોરી શબ્દનો ઉપયોગ મોટાભાગે એલઓસી પર આતંકીઓ માટે કરવામાં આવે છે.

બીજી તરફ પાકિસ્તાન તરફથી કરવામાં આવતી ઘૂસણોખોરી પર ગૃહમંત્રાલયે આંકડા પણ આપ્યા છે. ગૃહમંત્રાલયે જવાબમાં કહ્યું કે બોર્ડર પર ઘૂસણખોરી રોકવા માટે સરકારે અનેક પગલાંઓ ભર્યા છે. બોર્ડર ફેંસિંગ, ઈન્ટેલિજન્સ, ઓપરેશનલ કોર્ડિનેશનલ સહિત અનેક મામલાઓ દ્વારા પાકિસ્તાનથી થતી ઘૂસણખોરીને રોકવામાં આવી છે. આ પહેલા મંગળવારે રક્ષામંત્રી રાજનાથસિંહે લોકસભામાં ચીનની સાથેના તણાવ મામલે નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ કહ્યું હતું કે, ચીને ૧૯૯૩ ની સમજુતિનું ઉલ્લંઘન કર્યું છે.

close
Ank Bandh
close
PPE Kit