દ્વારકાના જગત મંદિરમાં કોરોના મહામારી હોવા છતાં યોજાયા ત્રણ દિવસના મનોરથ

પુજારી પરિવારે અલૌકિક દર્શનની કરાવી ઝાંખી

દ્વારકા તા. ૧૬ઃ દ્વારકાના જગત મંદિરમાં કોરોનાની મહામારી વચ્ચે પણ ત્રણ દિવસના મનોરથ યોજાયા હતાં.

દ્વારકાધીશ મંદિરમાં છેલ્લા ત્રણ દિવસથી મંદિરના વારાદાર પૂજારી નેતાજી તથા મુરલીધરભાઈએ સૌરાષ્ટ્ર અને ગુજરાતના યજમાનોના સંકલ્પથી કુંડલાભોગ મનોરથના દર્શન યાત્રિકો તથા યજમાનોને કરાવ્યા હતાં.

લોકડાઉન બાદ પૂજારી પરિવાર દ્વારા યાત્રિકોને દર્શનનો લાભ મંદિર ખૂલતા મળી રહે છે અને દેવસ્થાન સમિતિ તથા પૂજારી પરિવાર અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે સરકારની ગાઈડ લાઈન મુજબ દર્શનનો નિત્ય ક્રમ અને સેવા કરી રહ્યાં છે.

તાજેતરમાં જ પૂજારી અને દેવસ્થાન સમિતિએ સમગ્ર મંદિરનું સેનીટાઈઝેશન પણ કર્યુ હતું. આમ લોકડાઉન પછી દ્વારકાધીશ મંદિરમાં રોજના પાંચ ધ્વજાજીનો ક્રમ પણ જળવાય રહે છે ત્યારે પૂજારી પરિવાર દ્વારા મંદિરના ધાર્મિક ઉત્સવો અને રોજિંદા યજમાનના મનોરથોનો પ્રવાહ પણ ફરીથી શરૃ થયો છે.

આરતી દર્શનની અપાઈ મંજુરી

હાલમાં લોકડાઉન બાદ મંદિરમાં યાત્રિકો રોજની ચાર આરતીમાં પ્રવેશ મળતો ન હતો, પરંતુ હવે પરમીશન મળતા મંગલા આરતી, શણગાર આરતી, સંધ્યા આરતી તથા શયન આરતીમાં ભાવિકોને પ્રવેશ અપાતા યાત્રિકોે-ભાવિકો તેનો લાભ લઈ રહ્યાં છે.

(તસ્વીરઃ રવિ બારાઈ)

close
Ank Bandh
close
PPE Kit