| | |

ખંભાળીયામાં પ્રેમસંબંધના મામલે બે જુથ વચ્ચે છુટાહાથની મારામારીઃ સામસામી રાવ

જામનગર તા. ૯ઃ ખંભાળીયામાં પ્રેમસંબંધના પ્રશ્ને બે પરિવાર વચ્ચે છુટાહાથની જામી પડતા બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત નાનામાંઢાના એક યુવાને મજુરીના પૈસા માગતા તેને માર પડ્યો છે અને સલાયાના એક વૃદ્ધાને ઘરમાં ઘુસી મહિલા સહિત ચારે માર માર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

ખંભાળીયાના દ્વારકા નાકા વિસ્તારમાં રહેતા રઝાક ઈબ્રાહીમ રૃંઝા નામના યુવાનને ચાર રસ્તા પાસે સાહીલ આદમ નામના શખ્સે રોકી લઈ રઝાકને જે યુવતી સાથે સંબંધ છે તેની સાથે સંબંધ નહીં રાખવાનું કહી લમધારી નાખ્યો હતો. આ વેળાએ વચ્ચે પડનાર રઝાકને માતા, ભાઈ તથા બહેનને માર મારવામાં આવ્યો હતો. જેની રઝાકે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદની સામે ખંભાળીયાના ગુલાબટેકરી વિસ્તારમાં રહેતા સાયરાબેન આરીફભાઈ દરવેશએ વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે સાહીલ સાથે તેણીને સંબંધ હોય તે બાબત પસંદ નહીં પડતા ગઈકાલે રઝાક તેમજ ફારૃક ઈબ્રાહીમ, હલીમાબેન ઈબ્રાહીમ અને હસીનાબેન આદમભાઈએ ગાળો ભાંડી, ઢીકાપાટુ તથા પથ્થર વડે માર માર્યો હતો. પોલીસે આ ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે.

ખંભાળીયા તાલુકાના નાનામાંઢા ગામના હાજી સુલતાન ગજણ નામના શ્રમિકે નાનામાંઢાના જ હબીબ મામદ સંધી પાસેથી મજુરી કામના રૃા. ૭૦૦૦ લેવાના થતા હતાં. તેની અવારનવાર ઉઘરાણી કર્યા પછી પણ રકમ ચૂકવાતી ન હોય હાજીના ભાઈ કાદરે ચારેક મહિના પહેલાં હબીબ મામદ પાસે ઉઘરાણી કરી હતી. તેનો ખાર રાખી ગઈ તા. ૪ના દિને હબીબે છરી વડે હાજી પર હુમલો કર્યો હતો.

ખંભાળીયા તાલુકાના સલાયામાં રહેતા જીન્નતબાનુ જાવીદભાઈ ફકીર નામના વૃદ્ધાનો પુત્ર ઘર પાસે બેઠો હતો ત્યારે ત્યાં ધસી આવેલા ઈશાક, તેની પત્ની રોશન, એઝાઝ તેમજ મુસા નામના ચાર શખ્સોએ અહીં કેમ બેઠો છો તેમ કહી બોલાચાલી કરી છરી તથા ધોકો બતાવતા આ યુવાન ઘરમાં ઘુસી ગયો હતો. આ વ્યક્તિએ તારા પુત્રને બહાર કાઢ તેમ કહી જીન્નતબેનને માર માર્યો હતો. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા આ વૃદ્ધાએ પોલીસમાં ફરિયાદ નોેંધાવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit