ડ્રોન કેમેરાથી 'ભજીયા' પાર્ટી પકડાય તો ખેતીની જમીનનો સર્વે કેમ ન થાય?

જામનગર તા. ૧૬ઃ જામનગર જિલ્લાના ખેડૂતોના ખેતરમાં ઊભા પાકનું ધોવાણ થયું છે. તેનો સર્વે સેટેલાઈટ-ડ્રોન કેમેરા મારફત કરાવવો જોઈએ.

જો લોકડાઉનમાં ભજીયા પાર્ટી ડ્રોન કેમેરાથી પકડી શકાય તો ખેતરોનો સર્વે કેમ ન થઈ શકે? તેવો બેધક સવાલ સાથેની રજુઆત જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણીએ સરકાર સમક્ષ કરી છે.

રાજ્ય સરકાર સેટેલાઈટ મારફત એક દિવસમાં જમીન માપણી કરી શકતી હોય તો જમીનનો સર્વે કેમ ન થઈ શકે? ખેડૂતોના વાવેતર નિષ્ફળ ગયા છે. ડુંગળીનો પાક સદંતર નિષ્ફળ ગયો છે. ખેતરો હવે સુકાઈ રહ્યા છે. અન્ય પાકની તૈયારી કરી રહ્યા છે. જો મોડે-મોડે સર્વે થશે તો નુકસાનીનો અંદાજ કેવી રીતે આવશે? ખેતરમાં પાણી હતા ત્યારે સર્વે થયો નહીં ને હવે મોડેથી સર્વે કરવાની કામગીરીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. લોકડાઉનમાં ડ્રોન કેમેરાથી ભજીયા પાર્ટી કરનારાને પકડી પાડી તેમની સામે પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. પરંતુ ખેડૂતો માટે ડ્રોન કેમેરા સુવિધાનો ઉપયોગ થતો નથી.

આમ સરકારની બેધારી નીતિથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. જામનગરના ખેડૂતોને ૩૩ ટકાથી વધુ નુકસાન થયું છે, જે ૯૦ થી ૧૦૦ ટકા જેટલું છે. સરકાર વિના વિલંબે ડ્રોન કેમેરાથી સર્વે કામગીરી શરૃ કરે તે જરૃરી છે.

close
Ank Bandh
close
PPE Kit