શાળાઓમાં સ્પોર્ટસના સાધનોના ફીટીંગમાં થૂંકના સાંધા જેવું કામઃ સંબંધિત વિભાગમાં રજુઆત

ખંભાળિયા તા. ૧૫ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગ્રાન્ટેડ તથા સરકારી શાળાઓમાં સ્પોર્ટસના સાધનો ફીટ કરવાના કામ થૂંકના સાંધા જેવા કરવામાં આવી રહ્યા હોવાની રજૂઆતો સંબંધિત વિભાગમાં કરવામાં  આવી છે.

શાળાઓને રૃપિયા વીસ હજારની કિંમતના રમતગમતના સાધનો ફાળવવામાં આવ્યા હતાં. આઠ-દસ મહિના પછી આ સાધનો ફીટ કરવા બે સભ્યોની ટીમ ફરી રહી છે, પણ ઊંડા ખાડા કરી, સિમેન્ટ-કોન્ક્રીટના ફાઉન્ડેશનથી મજબૂત ફીટીંગ કરવાના બદલે ધૂળ નાખીને સાધનો ફીટ કરવામાં આવી રહ્યા છે જેથી શાળા સંચાલકોમાં રોષ ફેલાયો છે.

લોખંડના ઊંચા અને મજબૂત સીંગલ વાર, ડબલ વાર જેવા સાધનોને ધૂળથી ફીટીંગ કરીને ચાલ્યા જય તો વિદ્યાર્થીઓ કસરત કરવા સમયે સાધન પડી જાય અથવાલાગે કે અકસ્માત થાય તેવી દહેશત છે. જેથી રોષની લાગણી ફેલાઈ છે. 

close
Ank Bandh
close
PPE Kit