Advertisement

જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે ર૪ કલાક દરમિયાન ભેજ તથા મહત્તમ તાપમાનમાં વધારો

જામનગર તા. ર૯ઃ જામનગરમાં ઝપાટાબંધ રીતે ફૂંકાયેલા તેજીલા વાયરાઓ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રીએ સ્થિરરહ્યું હતું.

જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદની સંતાકૂકડી ચાલુ છે. વરસાદી માહોલ અને ઝપાટાબંધ ફૂંકાતા તેજીલા વાયરાઓ વચ્ચે વાતાવરણમાં ઠંડક યથાવત્ રહેતા જનતાને રાહત મળી રહી છે.

વરસાદી માહોલ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૧ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. લઘુત્તમ તાપમાન નહીંવત્ ઘટીને ર૭ ડીગ્રી નોંધાયું હતું. જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦ ટકા વધીને ૯પ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit