જામનગર તા. ૭ઃ જામનગરના સુભાષપરામાં રહેતા એક મહિલાને ગઈકાલે બે શખ્સ અને બે મહિલાએ ધોકા, ઢીકાપાટુ અને મુંઠ વડે માર માર્યો હતો. આ મહિલા તેના પ્રેમી સાથે લગ્ન કરવા ઈચ્છતા હોય તે બાબત હુમલાખોરોને પસંદ નહી પડતા હુમલો કરાયાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરાની શેરી નં.૧માં રહેતા એક મહિલા ગઈકાલે પોતાના ઘર પાસે હતા ત્યારે ત્યાં ધસી આવેલા કિશનભાઈ અરવિંદભાઈ નાખવા, પૂજાબેન કિશનભાઈ, સુરેશભાઈ કનખરા, માયાબેન સુરેશભાઈએ ઝઘડો શરૃ કર્યો હતો. ત્યારપછી આરોપીઓએ તે મહિલાને ઢીકાપાટુ અને ધોકાથી માર માર્યો હતો જયારે સુરેશભાઈએ મુંઠ ફટકારી હતી. હુમલાનો ભોગ બનનાર મહિલા અને હુમલાખોરોના સંબંધી હિરેન નાખવા વચ્ચે પ્રેમસંબંધ હોય અને તે મહિલા હિરેન સાથે લગ્ન કરવા માંગતા હોય. આ બાબત હુમલાખોરોને નહી ગમતા હુમલો કરાયાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે.