Advertisement

જામજોધપુરના બાલવાની ગોળાઈમાં રિક્ષાએ ગોથુ મારતા નગરના પ્રૌઢનું સારવારમાં મૃત્યુ

જામનગર તા. ૨૭ઃ જામજોધપુરના બાલવા ગામની ગોળાઈમાં ગયા બુધવારની રાત્રે એક રિક્ષા ગોથું ખાઈ જતાં જામનગરના એક પ્રૌઢનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયું છે. જ્યારે અન્ય મુસાફરો ઘવાયા હતા. સિક્કા પાટીયા રોડ પર એક બાઈકને જીપે ઠોકર મારી અકસ્માત સર્જયો હતો.

જામનગરના ખોજા નાકા ૫ાસે આવેલી સિલ્વર સોસાયટીમાં રહેતો ઈમરાન મહમદ સમા નામનો રિક્ષા ચાલક ગયા બુધવારે પોતાની ઓટોરિક્ષા નંબર જીજે૧૦-ટીડબલ્યુ-૩૨૭૬ લઈને ભાણવડ તરફ ભાડું કરવા માટે ગયો હતો. ત્યાંથી રાત્રે આઠેક વાગ્યે ઈમરાન કેટલાક મુસાફરોને બેસાડી જામનગર તરફ પરત આવવા રવાના થયો હતો.

પોરબંદર રોડ પરથી ત્રણ પાટિયા તરફ તેણે વાળેલી રિક્ષા ત્રણ પાટીયાથી જામનગર વાળવાના બદલે ભૂલથી ઈમરાને રિક્ષાને જામજોધપુર તરફ હંકારી હતી. તે પછી થોડે દૂર બાલવા ગામની ગોળાઈમાં ઈમરાનને રસ્તો ભૂલાઈ ગયાનો અહેસાસ થતા તેણે રિક્ષા પાછી વાળી હતી. આ વેળાએ બાલવાની ગોળાઈમાં રોડની સાઈડમાં આવેલા સાઈનબોર્ડ સાથે રિક્ષા અથડાઈ પડી હતી અને ગોથું મારી ગઈ હતી.

આ અકસ્માત વેળાએ રિક્ષામાં જામનગરના ગુલઝારભાઈ ખીરા તેમજ અન્ય મહિલા મુસાફરો હતા. તે તમામને ઈજા થઈ હતી. જેમાં ગુલઝારભાઈને કપાળમાં વધુ ઈજા પહોંચી હતી. સારવાર માટે ખસેડાયેલા આ વ્યક્તિનું મૃત્યુ નિપજયું છે. અકસ્માત સર્જી નાસી ગયેલા રિક્ષાચાલક ઈમરાન સમા સામે ઈરફાન લતીફ ખીરાએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ખંભાળિયા તાલુકાના સોનારડી ગામના વતની અને સિક્કામાં ટીપીએસમાં ફરજ બજાવતા ભૂપેન્દ્રસિંહ જુવાનસંગ જાડેજા ગઈ તારીખ સાતની સાંજે પોતાના બાઈકમાં સિક્કા પાટીયા તરફ જવા નીકળ્યા ત્યારે એમટીએફ નજીક જીજે૧૦-ટીટી-૫૦૬૮ નંબરના બોેલેરો ચાલક તેઓને ઠોકર મારી અકસ્માત સર્જયો હતો. પોલીસે તેના ચાલક રાહુલ ચૌહાણ સામે ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit