જામનગરની પ્રિ-મોન્સુન કામગીરી અણઘડ અને ધીમી

કેનાલ સાફ કરવાની છે કે મનપાની તિજોરી ? વિપક્ષનું આવેદન

જામનગર તા. ૧૦ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હકીકત કરતા કાગળ ઉપર વધુ સફાઈ જોવા મળે છે. આમ તો મહાપાલીકાની તિજોરી સાફ થઈ જશે તેવી રજૂઆત સાથે વિપક્ષ દ્વારા અજો મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવાયું હતું.

જામનગરના વિપક્ષી નેતા અલતાફ ખફીની આગેવાનીમાં આજે મ્યુનિ. કમિશનરને પાઠવાયેલા આવેદન પત્રમાં જણાવાયું હતું કે, ૪૬ લાખ રૃપિયાના ખર્ચે જામનગરમાં પ્રિ-મોન્સુન કામગીરી થઈ રહી છે. આ કામ અત્યંત ધીમી ગતિએ ચાલે છે. વરસાદની રાહ જોવાતી હોય તેમ લાગી રહ્યું છે. જેથી કામ બંધ કરી બીલની રકમ વસૂલી લેવાઈ શકે.

પ્રિ-મોન્સુન કામગીરી કેવી થઈ રહી છે તે અંગે દરરોજ અખબારોમાં સચિત્ર સમાચારો છપાઈ રહ્યા છે. તેના ખુલાસા કરવાની તસ્દી લેવાઈ નથી એટલે કે એ અહેવાલો માં તથ્ય હોય તેમ જણાય છે.

જો યોગ્ય રીતે કામો થશે નહીં તો આંદોલન કરવામાં આવશે. શાસક પક્ષના મળતિયાઓને મહાપાલિકાની તિજોરી લૂંટવા દેવામાં આવશે નહીં. આ આવેદનપત્ર પાઠવતી વેળાએ અલ્તાફ ખફી સાથે કોર્પોરેટરો રચનાબેન નંદાણિયા, આનંદ રાઠોડ, કાસમભાઈ જોખિયા, ધવલ નંદા ઉપરાંત કોંગ્રેસના ગિગુભા જાડેજા, આનંદ ગોહિલ, રંજનબેન ગજેરા અને સહારાબેન મકવાણા વગેરે જોડાયા હતાં.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit