Advertisement

નાગનાથ નાકા પાસે મકાનનો હિસ્સો ધસી પડયો

જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં આવેલી પઠાણ ફળીમાં શનિવારે સાંજે આકાશમાં થયેલી વીજગર્જના વચ્ચે એક મકાન પર વીજળી ત્રાટકી હતી. ત્યાં રહેતાં શબ્બીર યુનુસભાઈ શેખ નામના આસામીએ પોતાના મકાનનો ઉપરનો ભાગ વીજળી પડતાં તૂટી પડયાની રજૂઆત કરી છે. તે મકાનમાં નળિયાવાળો ભાગ તૂટી પડતાં અંદાજે રૃપિયા પોણા લાખનું નુકસાન થયું છે. મકાન પડવાથી એક તરૃણીને પણ ઈજા થઈ હતી. તે ઉપરાંત જામનગરના માંડવી ટાવર વિસ્તારમાં આવેલી દેવા ભાણાની શેરીમાં ગઈરાત્રે એક જર્જરીત મકાનમાં કેટલોક ભાગ ધસી પડયો હતો. આ મકાનમાં કોઈ વસવાટ કરતું ન હોય જાનહાની થઈ ન હતી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit