જામનગરમાં કોરોનાના કારણે જલારામ જયંતીની સાદગીપૂર્વક ભક્તિભાવ સાથે ઉજવણી

ઉત્સવ સમિતિ દ્વારા આરતી, ગૌમાતાઓને લાડુ, ખોળ, ઘાસનું વિતરણ

સૌરાષ્ટ્રના સંત શિરોમણી પૂ.જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી જલારામ જયંતી ઉત્સવ સમિતિ દ્વારા લોહાણા મહાજન વાડીમાં સાદાઈથી કરવામાં આવી હતી. પૂ.જલાબાપાની ૨૨૧મી જન્મજયંતી નિમિત્તે ઉત્સવ સમિતિના જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ કાનાબાર, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, અનિલભાઈ ગોકાણી, રાજુભાઈ હિંડોચા, રાજુભાઈ મારફતીયા, નિલેશભાઈ ઠકરાર, અતુલભાઈ પોપટ, મધુભાઈ પાબારી, મુકેશભાઈ લાખાણી તેમજ લોહાણા સમાજના આગેવાનો દિનેશભાઈ મારફતીયા, વિજયભાઈ મારફતીયા, ભાયાભાઈ સોમૈયા, બકુલભાઈ, નલીનભાઈ અમલાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પૂ.જલાબાપાની  તસ્વીરની પૂજા-આરતી કરવામાં આવી હતી. પૂજનવિધિ ગોર જયંંતિભાઈ જોષી, હિતેશભાઈ જોષી તથા ધવલભાઈ જોષીએ કરાવી હતી. આ વર્ષે કોરોના મહામારીના કારણે જ્ઞાતિનું સમૂહ ભોજન-પ્રસાદી વગેરે કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે પણ લોહાણા મહાજન વાડીમાં ગૌમાતા માટે લાડુ બનાવી એકવીસ ગૌસેવા કેન્દ્ર, ગૌશાળા, ઢોરવાડામાં સમિતિના સદસ્યોએ જઈને લાડુ, ખોળ તથા ઘાસચારાનું વિતરણ કર્યું હતું.  (તસ્વીરઃ નિર્મલ કારીયા)

close
Ank Bandh
close
PPE Kit