Advertisement

આર્મી ભરતીની લેખિત ૫રીક્ષા મોકૂફ

જામનગર તા. ર૪ઃ મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી જામનગર દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ-ભૂજ તેમજ દીવના ઉમેદવારોને તાત્કાલિક ધોરણે જણાવવામાં આવે છે કે, આર્મી રીક્રુટમેન્ટ ઓફિસ, જામનગર દ્વારા રપ જુલાઈ-ર૦ર૧ ના રોજ શ્રી સત્યસાઈ વિદ્યાલય, જામનગરમાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ આ લેખિત પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

આ લેખિત પરીક્ષાની નવી તારીખ જાહેર થતા દરેક ઉમેદવારોને ફરીથી સોશ્યલ મીડિયા તેમજ અખબારીયાદી દ્વારા નવી તારીખની જાણ અવશ્ય કરવામાં આવશે, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવા મદદનીશ નિયામક રોજગાર, જામનગરની યાદી દ્વારા જણાવાયું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit