આજી-૪ ડેમની પાળ પાસે દીવાલ બનાવવા રજૂઆત

જામનગર તા. ૧૪ઃ જોડિયા તાલુકાના તારાણા ગામ પાસે આવેલ આજી-૪ ડેમના હેઠવાસન્માં ૩૦૦ થી ૪૦૦ વીઘા જમીન પર પાણીના 'ઓઝ' ફરી વળે છે. જેના કારણે આ જમીનમાં ખારાશનું પ્રમાણ વધી રહ્યું છે.

આ જમીનના ખાતેદાર ખેડૂતો પાકના ઉત્પાદન લઈ શકતા નથી. તારાણાના સરપંચ, ગ્રામલોકો, ખેડૂતોએ તથા અગ્રણીઓએ ઉચ્ચ કક્ષાએ અનેક વખત મૌખિક તથા લેખિત રજૂઆતો કરી છે. છતાં આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સંબંધિત વિભાગ દ્વારા જવાબ પણ આપવામાં આવતો નથી.

આ પ્રશ્ને જોડિયાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડાયરેક્ટર ચિરાગભાઈ વાંકે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી આજી-૪ ડેમ પાસે આાર.સી.સી. દીવાલ બનાવવા અને પાણીના ઓઝને રોકવા માંગણી કરી છે.

close
Nobat Subscription