મહાપાલિકામાં નવા સમાવેશ થયેલા વિસ્તારોના મિલકતવેરાના બીલ 'ક્વેશડ્' અને 'સેટ-એ-સાઈડ' ઠરાવતી ગુજરાત હાઈકોર્ટ

જામનગર તા. ૧પઃ જામનગર મહાનાગર પાલિકામાં સમાવેશ થયેલા નવા વિસ્તારોને મહાનગરપાલિકાએ ઈસ્યુ કરેલા મિલકતવેરાના બીલને 'કવેશડ્' અને 'સેટ-એ-સાઈડ' ઠરાવતો ચૂકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે, જો કે જામનગર મહાનગરપાલિકાએ આ ચૂકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી છે.

જામનગર મહાનગરપાલિકામાં નવા વિસ્તારોનો સમાવેશ તા. ૭.૭.ર૦૧૮ ના દિને કરવામાં આવ્યો , જ્યારે મહાનગરપાલિકાએ આ વિસ્તારના આસામીઓ, ઔદ્યોગિક વસાહતોના ઉદ્યોગકારોને ઓક્ટોબર-ર૦૧૩ થી ૩૧-૩-ર૦૧૮ સુધીના મિલકત વેરાના બીલો ઈસ્યુ કરી દીધા હતાં.

આ મામલે જીઆઈડીસી જામનગર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં વેરાની વસૂલાત પાછલી અસરથી ન થઈ શકે તેવા મુદ્દા સાથે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેસ નં. ૭૧૮૧/૧૮ અને કેસ નં. ૧૮૦૦/૧૮ ના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે  તા. ૧૯-૭-ર૦૧૯ ના દિને સર્વોચ્ચ અદાલતના ચૂકાદાઓને ધ્યાનમાં લઈને કલમ ર (૪૪) નો આધાર અને ચેપ્ટર આઠના નિયમ ર૧ઃએ, ર૧ઃબી, ૧પઃબી, ૩૯ ને ધ્યાનમાં લઈ આ તમામ બીલો રદ્ કરવાનું ઠરાવ્યું છે. જામનગરના પૂર્વ સિનિયર કોર્પોરેટર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ.એ. ચાકીના જણાવ્યા પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે આ ચૂકાદો સર્વોચ્ચ અદાલતના અગાઉના ચૂકાદાઓને ધ્યાને લઈને જ આપ્યો હોવા છતાં મહાનગરપાલિકા તંત્ર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરે તે બાબત સત્તાવાળાઓની પ્રજા વિરોધી માનસ દર્શાવે છે.

close
Ank Bandh
close
PPE Kit