| | |

જામનગરના લોક વિચાર મંચ દ્વારા વૃદ્ધોને ઘેર બેઠા પેન્શન મળે તેવી વ્યવસ્થા ગોઠવવા રજુઆત

જામનગર તા. ૧૦ઃ જામનગરના લોક વિચાર મંચ દ્વારા વૃદ્ધોને ઘરે બેઠા પેન્શન મળે તેવી વ્યવસ્થા કરવા માગણી કરવામાં આવી છે.

ગુજરાતના મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં સંસ્થાએ જણાવ્યા અનુસાર વૃધ્ધોને તેમના ખાતામાં પેન્શન જમા થયા પછી લેવા માટે પોસ્ટ ઓફિસ જવું પડે છે. તેના બદલે પોસ્ટમેન દ્વારા પેન્શન ઘરે પહોચાડી દેવામાં આવે તો વૃધ્ધોને મોટી રાહત થશે.

આ ઉપરાંત આવકના દાખલા, વિધવા પેન્શન, વૃધ્ધ પેન્શન, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડોમીસાઈલ, સર્ટીફીકેટ, ક્રીમીલેયર સર્ટીફીકેટ વગેરેના કામકાજમાં લોકોને વિવિધ કારણોસર ધક્કા ખાવા પડે છે આ તમામ પ્રકારની કામગીરી એક જ સ્થળે થી પૂરા માર્ગદર્શનની  વ્યવસ્થા સાથે કરવામાં આવે તો લોકોને અનુકુળતા રહેશે. શકય હોય તો તમામ કામગીરીના સ્થળે કામગીરીનો પ્રકાર, જરૃરી કાગળોની માહિતી, સમય મર્યાદા, જવાબદાર અધિકારીનું નામ અને સંપર્ક નંબર વગેરેની માહિતી જાહેરમાં લોકો વાંચી શકે તેમ મૂકવા પણ માંગણી કરવામાં આવી છે.  લોકવિચાર મંચના મંત્રી કિશોરભાઈ મજીઠીયા, મંત્રી સદેવત મકવાણાની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit