જામનગરના ત્રણબત્તી વિસ્તારને સીલ કરાયા પછી ટાઉનહોલથી ત્રણબત્તીનો માર્ગ કરાયો બંધ

આજે સવારે ટાઉનહોલથી ત્રણબત્તી તરફ આવવાના માર્ગને પણ પોલીસ તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે અને ટાઉનહોલ તરફના વાહનોને પંચેશ્વર ટાવર તરફ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, લોકડાઉન-૪ માં છૂટછાટ દરમિયાન સવારે નવ વાગ્યાથી બે વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન રણજીત રોડ પર ખૂબ જ ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાથી તે ટ્રાફિકને હળવો કરવાના ભાગરૃપે આ રસ્તો બંધ કરાયો છે અને વાહન વ્યવહારને પંચેશ્વર ટાવર રોડ તરફ ડાયવર્ટ કરાયો છે. લોકડાઉનમાં છૂટછાટો અપાયા પછી આ વિસ્તારમાં ભરપૂર ટ્રાફિક થતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી અને તેના કારણે લોકડાઉનનું અસ્તિત્વ જ ન હોય, તેવા દૃશ્યો ઊભા થઈ રહ્યા હતાં. છૂટછાટના પહેલા દિવસે ટ્રાફિક ક્લિયર કરવા ટ્રાફિક પોલીસને ભારે જહેમત ઊઠાવવી પડી હતી. આ સ્થિતિ નિવારવા માટે આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય નહીં.

(તસ્વીરઃ નિર્મલ કારીયા)

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit