કારણવગર આંટાફેરા કરતા તેર નાગરિક તથા ઓટલે બેસી ટોળટપ્પા કરતા પાંચ સામે પોલીસ દ્વારા કાર્યવાહી

જામનગર તા. ૪ઃ જામનગર શહેર તથા જિલ્લામાંથી ગઈકાલે ૫ોલીસે ૧૩ શખ્સોને કારણવગર આંટા મારતા પકડી પાડી જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગર સહિત દેશભરમાં વ્યાપેલા કોરોના સંક્રમણના ભયના પગલે તંત્ર દ્વારા અનલોક-૨ વચ્ચે પણ લોકોને કામવગર ઘરની બહાર ન નીકળવા સૂચનાઓ આપવામાં આવી રહી છે તેમ છતાં નાગરિકો તે સૂચનાનું પાલન કરતા ન હોય પોલીસ નાછૂટકે કામગીરી કરી રહી છે. જેમાં ગઈકાલે ખોડીયાર કોલોની વિસ્તાર સામે આવેલી નિલકમલ સોસાયટી સ્થિત પીઠડ પાન નામની દુકાન પાસે ગઈરાત્રે ધવલ રામભાઈ ચંદ્રાવડીયા અને વિરલ રાજેન્દ્રભાઈ ચલા નામના બે શખ્સ બેસેલા જોવા મળતા પોલીસે તેમની સામે ગુન્હો નોંધ્યો હતો. જ્યારે શાંતિ પાનની નામની દુકાન પાસેથી પરાગ જયેશભાઈ રેવાણી, સતિષભાઈ કાન્તિલાલ વાણંદ, યશ જીવણભાઈ કુંભાર પણ ટોળટપ્પા કરતા મળી આવ્યા હતાં.

શંકરટેકરીમાંથી ઈમ્તિયાઝ બોદુભાઈ પઠાણ, હાપામાંથી વિશાલ રાજેશભાઈ કોળી, મેહુલ રૃખડભાઈ કોળી, સિક્કામાંથી નઝીરહુસેન ઓસમાણ વાઘેર, અફરોઝ સુલેમાન ભટ્ટી, આદમ સુલેમાન ચમડીયા, જામજોધપુરના શેઠ વડાળામાંથી ઈસ્માઈલ ઈશાક સંધી અને લાલપુરમાંથી સીરાઝ આમદ નોયડા નામનો શખ્સ કારણવગર આંટા મારતો પકડાઈ ગયો હતો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit