અંતરીક્ષ ક્ષેત્ર ખાનગી કંપનીઓ માટે ખોલવાની ઈસરોની તૈયારીઃ કે. સિવન

નવી દિલ્હી તા. ૧૬ઃ ઈન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી સંબોધન કરતા ઈસરોના ચેરમેન કે. સિવને કહ્યું છે કે, અંતરીક્ષક્ષેત્રમાં ખાનગી કંપનીઓની ભાગીદારી માટે સરળ વ્યાપારિક વાતાવરણ ઊભું કરવા માટેના નિયમ-કાનૂન તૈયાર કરવામાં આવી રહ્યા છે. અંતરીક્ષમાં વીમા ક્ષેત્રની સેવાઓ અંગે પણ વિચારણા થઈ રહી છે. સિવને કહ્યું કે અંતરીક્ષ ક્ષેત્રે સુધારણાની ઘોષણા થયા પછી ઈસરોને અંતરીક્ષ વ્યાપારમાં કોઈ મુશ્કેલીન પડે, તે માટે એક સર્વગ્રાહી અંતરીક્ષ કાનૂનની જરૃર છે, તેની સાથે જુદી જુદી નીતિઓ પણ લાગુ કરવી પડશે. અંતરીક્ષ ક્ષેત્રને ખાનગી ક્ષેત્રો માટે ખોલવાની બાબત અત્યારે પાઈપલાઈનમાં હોવાનું જણાવી સિવને કહ્યુંકે રિમોટ સોર્સિંગ ડાટા અને વિવિધ નીતિઓ અંગે પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે.

close
Ank Bandh
close
PPE Kit