Advertisement

ખંભાળીયાની શેઠ દામોદર ગોવિંદજી મીડલ સ્કૂલની મરામત કરાવવા અંગે માંગણી

જામનગર તા. ૨૭ઃ જામખંભાળીયા શહેરમાં આવેલ ભાટીયા શેઠશ્રી દામોદર ગોવિંદજી મીડલ સ્કૂલ (તાલુકા શાળા નં. ૩) સ્ટેશન રોડનું હાલનું બિલ્ડીંગ), શહેરની ૮૫ વર્ષ જુની ગૌરવવંતી ઈમારત છે. અહીં રાજાશાહી સમયથી ૮૫ વર્ષથી પ્રાથમિક શાળાનું શિક્ષણ આપવામાં આવે છે. તેથી આ સ્કૂલ બિલ્ડીંગ બ્યુટીફિકેશનનો એક ભાગ પણ છે. કમનસીબે હાલ આ સ્કૂલ બિલ્ડીંગ જર્જરીત હોય તેવા કારણસર તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે ભુલભરેલો છે. ખરેખર તો આ બિલ્ડીંગનું તેની જરૃરિયાત મુજબ રીપેરીંગ કામ કરવામાં આવે તે જરૃરી છે. ખાસ કરીને પડી ગયેલ પેરાપેટ, દીવાલના ઉખડી ગયેલ પ્લાસ્ટર તથા છતના ડેમેજ થયેલા ભાગોનું રીપેરીંગ કરવાની જરૃરી છે. આ મકાન તોડી પાડી તેનું વિસર્જન કરવાની જરૃર નથી. આથી આ સ્કૂલ અને ગૌરવવંતી ઈમારતને તોડી પાડવાની જગ્યાએ તેની મરામત કરાવવા અંગે ડો. નકુબ, કિશનભાઈ આશર, ભૂપતસિંહ ચૌહાણ, કિશોરભાઈ સોની વિગેરેએ લગત અધિકારી-આગેવાનો પાસે માંગણી કરી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit