જામનગર એસ.ટી.ડેપોનો બંધ દરવાજો ખોલવા માંગણી: બે બસો સામસામે થઈ જતાં અવારનવાર સર્જાઈ છે ટ્રાફિકજામ

જામનગર તા. ૪ઃ જામનગર એસ.ટી. ડેપો દ્વારા લાંબા અંતરની બસ રૃટ શરૃ કર્યા છે. આમ છતાં હજુ ડેપોનો એક દરવાજો બંધ રાખવામાં આવ્યો છે. જેથી મુસાફરોને મુશ્કેલી નડી રહી છે. સત્વરે આ દરવાજો ખોલી નાંખવો જોઈએ.

જામનગરના સામાજિક કાર્યકર પ્રફૂલ કંસારાએ એસટીના વિભાગીય નિયામકને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું કે પહેલા અમૂક બસ રૃટ શરૃ કર્યા હતા. તાજેતરમાં અનલોક-૨ દરમ્યાન લાંબા અંતરની બસ રૃટનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આથી મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે.

આમ છતાં એક જ દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે અને એક દરવાજો આજે પણ બંધ રાખવામાં આવ્યો છે. પરિણામે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. બસમાં મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવે છે. ઈ-ટિકિટની પણ સુવિધા ઉપલબ્ધ છે. તો પછી દરવાજો બંધ રાખવાનો મતલબ શું? સત્વરે બંધ દરવાજો ખોલી નાંખવો જોઈએ. જેથી ટ્રાફિક સમસ્યા પણ હળવી થશે અને મુસાફરોની હાલાકી પણ ઘટશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit