Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેલમાં ધકેલી દેવા પોલીસ દ્વારા તજવીજઃ
જામનગર તા. ૭: જામનગર તાલુકાના અલીયાબાડા ગામના એક શખ્સને અદાલતે ચેક પરતના કેસમાં બે મહિનાની સજા ફટકાર્યા પછી આ શખ્સ નાસી ગયો હતો. તેને પોલીસે પકડી પાડી જેલમાં ધકેલી દેવા તજવીજ કરી છે.
જામનગર તાલુકાના અલીયાબાડા ગામમાં વસવાટ કરતા કમલેશ ગિરધરભાઈ બારોટ નામના શખ્સ સામે અદાલતમાં ચેક પરતની ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસમાં અદાલતે આરોપીને બે મહિનાની કેદની સજા ફટકારી હતી. ત્યારપછી આ શખસ નાસી ગયો હતો.
ઉપરોક્ત આરોપી અલીયા ગામમાં ચોરા પાસે આવ્યો હોવાની બાતમી પંચકોશી એ ડિવિઝનના એએસઆઈ શોભરાજસિંહ, એસ.કે. જાડેજાને મળતા પીઆઈ એમ.એન. શેખને વાકેફ કરાયા પછી દોડી ગયેલી પોલીસ ટીમે કમલેશ બારોટની અટકાયત કરી લીધી છે અને તેને જેલમાં મોકલી આપવાની તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial