ઓખામંડળના ગઢેચી ગામના વાડી વિસ્તારમાંથી ઝડપાયો શરાબનો જથ્થો

ઓખામંડળના મીઠાપુર નજીકના ગઢેચી ગામની સીમમાં એક વાડીના મકાનમાંથી પોલીસે અંગ્રેજી શરાબની ૧૦૮ બોટલ પકડી પાડી છે. જથ્થા સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. તેને રિમાન્ડ પર લેવાની તજવીજ કરાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં મીઠાપુર પાસે ગઢેચી ગામમાં એક શખ્સના મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી મીઠાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે ઓઘડભા બુધાભા સુમણીયાની વાડીના મકાનમાં દરોડો પાડ્યો હતો.

ત્યાં તલાસી લેવામાં આવતા ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની-એપીસોડ વ્હીસ્કીની ૧૦૮ બોટલ મળી આવી હતી. નવ પેટીમાં રહેલા શરાબના રૃા. ૫૪,૦૦૦ના જથ્થાને કબજે કરી પોલીસે ઓઘડભાની ધરપકડ કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit