| | |

નગરમાં ગઈકાલે ૧૦૦ લોકો દંડાયાઃ ૧૯,૬૦૦ની મનપા દ્વારા વસુલાત

જામનગર તા. ૨૩ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને જાહેરમાં થૂંકવા બદલ ૧૦૦ લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને ૧૯,૬૦૦ની દંડનીય વસુલાત કરવામાં આવી હતી.

જામનગરમાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે જરૃરી જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે અને તેનું ઉલ્લંઘન કરનારા સામે મહાનગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જે અન્વયે ગઈકાલે સોશ્યલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરનારા નવ લોકો પાસેથી ૧૮૦૦ રૃપિયાની દંડનીય વસુલાત કરવામાં આવી હતી.

જ્યારે માસ્ક નહીં પહેરનારા ૭૮ લોકો પાસેથી રૃા. ૧૫,૨૦૦ની અને જાહેરમાં થૂંકવા બદલ ૧૩ લોકો પાસેથી રૃા. ૨૬૦૦ની દંડનીય વસુલાત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ ૪૯૨૭ કેસ કરવામાં આવ્યા છે અને કુલ રૃા. ૯,૭૮,૮૫૦ની દંડનીય વસુલાત કરવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit