| | |

દ્વારકાથી ભાલકા તીર્થ સુધી યાત્રાનું આયોજન

દ્વારકા તા. ૧૦ઃ ગુજરાત સમસ્ત આહિર સમાજ તથા સોમનાથ ટ્રસ્ટ ભાલકા પૂર્ણિમા સમિતિના ઉપક્રમે ત્રિ-દિવસીય ભાલેશ્વર મહોત્સવનો આરંભ દ્વારકાથી કરવામાં આવનાર છે.

આજે તા. ૧૦.૧૦.ર૦૧૯ ના સાંજે આહિર સમાજ ભવનના પરિસરમાં ખાસ કાર્યક્રમો તથા દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ, શોભાયાત્રા, રથ પ્રસ્થાન વગેરેનું આયોજન આહિર સમાજ દ્વારા થયું છે. આજે સાંજે પાંચ વાગ્યે નૂતન ધ્વજારોહણ થશે. ત્યારપછી આહિર સમાજ વાડીમાં ડો. મહાદેવપ્રસાદનું 'શ્રીકૃષ્ણ ધર્મ સ્થાપના' વિષય પર ખાસ વક્તવ્ય યોજાયું છે. રાત્રે ૧૦ વાગ્યે દાંડિયારાસ થશે. આવતીકાલે તા. ૧૧.૧૦.ર૦૧૯ ના સવારે ૭ વાગ્યે આહિર સમાજેથી ધર્મધ્વજ રથયાત્રાનું પ્રસ્થાન થશે. જે ઉપલેટા, કેશોદ, વેરાવળ થઈ તા. ૧ર.૯.ર૦૧૯ ના સાંજે ભાલકા તીર્થ પર સંપન્ન થશે. તા. ૧૩.૧૦.ર૦૧૯ ના મહાપ્રસાદ, ધ્વજારોહણ, શિખરાર્પણ યોજાશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit