Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિયાળો હોવા છતાં પ્રકૃતિની મોજ માણવા સહેલાણીઓનો પ્રવાહ યથાવત
ખંભાળિયા તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પાસે બરડા ડુંગરમાં હાલ ચોમાસા પછી શિયાળનો સમય હોવા છતાં પણ ચોમાસા પછીની સ્થિતિમાં લીલુંછમ સૌંદર્ય લોકોને આકર્ષે છે તથા હજુ પણ પ્રકૃતિનો ખોળો માણવા લોકો ત્યાં જાય છે.
ભાણવડ બરડા ડુંગરની પાસે જ ઈન્દ્રેશ્વર મહાદેવ ત્રિવેણી સંગમ, ઘુમલી બરડા ડુંગર ઉપર ૧૧૦૦ ફૂટ ઊંચે બીરાજતા આશાપુરા તથા સામુદ્રી માતાજી તથા ત્યાં સુધી ચડવાનો પગથિયાનો રસ્તો પ્રાચીન શીલ્પ સ્થાપત્યનો નમૂનો જેવો નવલખો મહેલ કે જેને રાજ્ય સરકાર દ્વારા જીર્ણોદ્ધાર કરાયો હતો. વિધ્યવાસી મંદિર તથા સંતોના આશ્રયો ધણી માતંગદેવ મંદિર તથા જંગલમાં બિરાજતા ભીમનાથ મહાદેવ તથા પ્રાચીન અનેક શિલ્પોની કલાના સંગમ રૂપ સોન કંસારીના મંદિરો, ભાણવડના બરડા ડુંગરનું સૌથી ઊંચુ આભા૫રા શિખર કે જ્યાં સુધી જવું એ ટ્રેકીંગની તાલીમ જેવું ગણાય છે. બાપુની વાવ ત્રિકમરાય મંદિર બરડા ડુંગરની ટોચમાં કીલગંગા પાસે કિલેશ્વર મહાદેવ તળેટી પાસે બીલગંગા નદીના કાંઠે બિલેશ્વર મહાદેવ વિગેરે પ્રસિદ્ધ સ્થળો પર પ્રકૃતિની ગોદનું સૌંદર્ય હજુ પણ ચાલુ છે. ડુંગરોની સ્પર્શીને જતાં વાદળાઓ હરિયાળા ડુંગરો ઉપરથી નાના ચોસલા જેવા દેખાતા ખેતરોના ટૂકડા સાથે હજુ પણ હરિયાળા વાતાવરણમાં જરણા ખળખળ કરતા વહી રહ્યા છે, જે કુદરતી સૌંદર્યમાં ઉમેરો કરતા હોય, હજુ પણ પ્રકૃતિપ્રેમીઓ બરડા ડુંગરના વિવિધ સ્થળોએ જવાનું પસંદ કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial