Advertisement

ભાટીયામાં કોટેશ્વર યુવા ગ્રુપ દ્વારા રકતદાન કેમ્પ

ભાટીયા તા. ૧૪ ઃ ભાટીયાના કોટેશ્વર યુવા ગ્રુપ તથા જિ.પં. સભ્ય અરવિંદભાઈ આંબલીયાના સંયુકત ઉપક્રમે ભાટીયાના સરકારી દવાખાનામાં રકતદાન કેમ્પ યોજાયો હતો. જેનું ઉદ્ઘાટન જિ.પં. આરોગ્ય સમિતિના ચેરમેન નથુભાઈ ચાવડા, તા.પં. પ્રમુખના પ્રતિનિધિ નગાભાઈ ગાધેર, લખમણભાઈ આંબલીયા, અરવિંદભાઈ આંબલીયાના હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવ્યું હતું.

આ રકતદાન કેમ્પમાં ૧૪૫ બોટલ રકત એકત્ર થયું હતું. ખંભાળીયાની સરકારી હોસ્પિટલની બ્લડ બેંકની ટીમે સેવા આપી હતી.

આ પ્રસંગે નુંધાભાઈ કરંગીયા, સંજયભાઈ ગોર, સોમાતભાઈ આંબલીયા, પરેશભાઈ દાવડા, પ્રફુલ્લભાઈ, જગાભાઈ ચાવડા, રસીકભાઈ ગોર, ભુરાભાઈ ચાવડા, શૈલેષભાઈ ચાવડા વગેરે હાજર રહ્યા હતાં.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit