Advertisement
Author: નોબત સમાચાર

એફઆઈઆરઃ કાયદો, પ્રકિયા અને નાગરિકોના અધિકારો

૧. ભારતમાં હવે આઈપીસી અને સીઆરપીસીને બદલે બીએનએસ (ભારતીય ન્યાય સંહિતા) અને બીએનએસએસ (ભારતીય ન્યાય પ્રક્રિયા સંહિતા) અમલમાં આવ્યા છે. આ નવા કાયદા એફઆઈઆર અને ગુનાની ફરિયાદ સંબંધિત કેટલીક નવી શરતો અને પ્રક્રિયાઓ લાવે છે.

આ લેખમાં આપણે એફઆઈઆર શું છે, ક્યારે અને કેવી રીતે નોંધાવી શકાય, જો પોલીસ એફઆઈઆર ના લે તો શું કરવું, તેમજ એફઆઈઆરનો ઉકેલ ન મળે તો અન્ય કાયદાકીય વિકલ્પો શું છે, તે વિગતવાર સમજશું.

એફ.આઈ.આર એટલે શું અને તેનો કાયદાકીય મતલબ શું છે.

૨. એફઆઈઆર એટલે ફર્સ્ટ ઇન્ફોરમેશન રિપોર્ટ, એટલે કે કોઈ ગુના થયાની પ્રાથમિક માહિતી પોલીસના રેકોર્ડમાં દાખલ કરવાનો કાયદાકીય પ્રક્રિયા. બીએનએસએસની કલમ ૧૭૩ (પહેલાં સીઆરપીસી ૧૫૪) મુજબ, જ્યારે કોઈ પણ 'કોગ્નિઝએબલ ગુન્હો' (સજાત ગુનો) થાય ત્યારે એફઆઈઆર નોંધવી ફરજિયાત છે. કોગ્નિઝએબલ ગુન્હો એ એવો ગુનો છે, જેમાં પોલીસને બીજાની મંજૂરી વિના સીધું જ આરોપી સામે કાર્યવાહી કરવાની અને ધરપકડ કરવાની શક્તિ હોય છે. આમાં સામાન્ય રીતે ગંભીર ગુનાઓ જેમ કે હત્યા, લૂંટ, બળાત્કાર, દહેશતગર્દી વગેરે સમાવિષ્ટ હોય છે.

૩. એફઆઈઆર એ સંભવિત આરોપી સામે પ્રાથમિક દસ્તાવેજ તરીકે કામ કરે છે, અને આના આધારે પોલીસ તપાસ શરૂ કરે છે. એફઆઈઆર ના આધારે તપાસ, પુરાવા એકત્રિત કરવી અને જો જરૂરી હોય તો આરોપી સામે કાયદાકીય કાર્યવાહી કરવી, પોલીસની ફરજ બને છે.

૪. લૂંટ, હત્યા, બળાત્કાર, આતંકવાદ, ઘરેલૂ હિંસા, ગુંડાગીરી, ખંડણી જેવા ગુનાઓ માટે એફઆઈઆર નોંધવી જરૂરી છે. આર્થિક ફ્રોડ, વિશ્વાસઘાત,સાઇબર ગુના અને ધાક જેવા કેસોમાં પણ એફઆઈઆર નોંધાવી શકાય. એફઆઈઆરનો ઉદ્દેશ એ છે કે કોઈપણ ગુનાઓ પર ઝડપી અને યોગ્ય પગલાં ભરવા માટે પોલીસ પાસે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય

પોલીસ એફઆઈઆર ના લે તો શું કરવું?

૫. ઘણાં લોકો સાથે એવું બને છે કે જ્યારે તેઓ પોલીસ સ્ટેશન પર એફઆઈઆર નોંધાવવા જાય, ત્યારે પોલીસ કોઈ ન કોઈ બહાનું બનાવી એફઆઈઆર નોંધતી નથી. આવા સંજોગોમાં, નાગરિકો પાસે નીચેના વિકલ્પો છેઃ

બીએનએસ કલમ ૧૭૪(૩) મુજબ, એફઆઈઆર ના થાય તો સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ સમક્ષ લેખિતમાં અરજી કરવી ફરજિયાત છે.

સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ પણ એફઆઈઆર ના લે તો બીએનએસજી કલમ ૧૮૭ મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ દાખલ કરી શકાય. મેજિસ્ટ્રેટ પોલીસને તપાસ કરવા માટે સૂચના આપી શકે અથવા તે પોતે સીધા આરોપી સામે કાર્યવાહી કરી શકે.

બીએનએસ કલમ ૨૦૯ હેઠળ હાઈકોર્ટમાં અરજી કરી શકાય- જો એફઆઈઆર ના થાય અને પોલીસ-મેજિસ્ટ્રેટ બંને તટસ્થ રહે, તો હાઈકોર્ટમાં 'મેન્ડેમસ રિટ' દાખલ કરી શકાય, જેથી એફઆઈઆર નોંધવામાં આવે.

જાણવા જોગ અરજી એટલે શું?: ૬. ગુજરાત અને મહારાષ્ટ્રમાં જાણવા જોગ એ એફઆઈઆર નો એક વિકલ્પ છે, જ્યાં કોઈ વ્યક્તિ પોલીસને માત્ર જાણ કરવા માંગતી હોય પરંતુ એફઆઈઆર ના ઈચ્છતી હોય. જો કોઈ વ્યક્તિ ધમકીઓથી ત્રસ્ત છે, અને પોલીસ કેસ નોંધાવવો નથી, તો જાણવા જોગ નોંધાવી શકાય. જો ભવિષ્યમાં એજ વ્યક્તિ સામે એફઆઈઆર. કરવાની જરૂર પડે, તો આ નોંધ પોલીસ રેકોર્ડમાં પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય.

જાણવા જોગ અને એફઆઈઆર વચ્ચે તફાવતઃ તફાવત જોઈએ તો (૧) તપાસની ફરજમાં એફઆઈઆરમાં એફઆઈઆર થયે પોલીસને તપાસ કરવી જ પડશે, જ્યારે જાણવા જોગ અરજીમાં માત્ર નોંધણી છે. તપાસ ફરજિયાત નથી. (૨) કાયદાકીય અસરમાં એફઆઈઆરમાં ગુનાઓની પ્રાથમિક વિગતો પોલીસ રેકોર્ડમાં જાય છે, જ્યારે જાણવા જોગમાં માત્ર ભવિષ્ય માટે દાખલો રહે છે. (૩) લાભઃ એફઆઈઆરમાં તરત કાર્યવાહી થાય, જ્યારે જાણવા જોગમાં જો કંઈક નુકસાન થાય તો પુરાવા તરીકે મદદરૂપ બને છે.

૭. મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ દાખલ કરવાની નવી પ્રક્રિયા બીએનએસ જી હેઠળ જો એફઆઈઆર ના થાય અને સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ પણ કંઈ ન કરે, તો મેજિસ્ટ્રેટ સમક્ષ બીએનએસ કલમ ૧૮૭ હેઠળ ફરિયાદ દાખલ કરી શકાય.

પરંતુ નવી સિસ્ટમ મુજબ, મેજિસ્ટ્રેટ સમક્ષ સીધી ફરિયાદ દાખલ કરતા પહેલાં સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસને અરજી કરવી ફરજિયાત છે.

પ્રક્રિયાઃ (૧) બી.એન .એસ કલમ ૧૭૪ (૩) હેઠળ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ સમક્ષ લેખિત અરજી. (૨) એસપી દ્વારા એફઆઈઆર ના થાય તો બીએનએસ કલમ ૧૮૭ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી. (૩) બીએનએસ કલમ ૨૧૦ મુજબ, મેજિસ્ટ્રેટ સીધા ફરિયાદની સમીક્ષા કરી શકે.

મેજિસ્ટ્રેટ પાસે વિકલ્પોઃ (૧) બીએનએસ કલમ ૧૮૭ હેઠળ પોલીસને તપાસ કરવાનું કહે. (૨) બીએનએસ સીધી કલમ ૨૧૦ મુજબ કાર્યવાહી કરી શકે. (૩) બીએનએસ કલમ ૨૦૨ મુજબ પોતે તપાસ કરી શકે.

૮. જો પોલીસ એફઆઈઆર નોંધવા તૈયાર નથી, સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ (એસપી) પાસે અરજી કર્યા બાદ પણ કોઈ પગલાં લેવામાં આવતાં નથી, અને મેજિસ્ટ્રેટ દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, અથવા ખોટી કે અપૂર્ણ તાપસ થતી હોઈ તો બી.એન .એસ જી કલમ ૩૨૨ અને ભારતીય સંવિધાનની કલમ ૨૨૬ હેઠળ હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી શકાય.

આવા સંજોગોમાં, મેન્ડેમસ રીટ દાખલ કરીને હાઈકોર્ટ પાસે એફઆઈઆર નોંધવાની સ્પષ્ટ દિશાનિર્દેશ આપવાની માંગ કરી શકાય. મેન્ડેમસ રીટ એ ન્યાયલય દ્વારા સરકારી અધિકારીઓ કે સંસ્થાઓને તેમના કાયદાકીય ફરજોનું પાલન કરવા ફરજ પાડતી રીટ છે.

(૧) હાઈકોર્ટમાં દાખલ કરી શકાય તેવી રીટ પિટિશન દ્વારા નીચેના રાહત માંગી શકાય, (૨) પોલીસને એફઆઈઆર નોંધવાની ફરજ પાડતી સ્પષ્ટ દિશાનિર્દેશો આપવા. (૩) પોલીસની નિષ્ક્રિયતાને ગેરકાયદેસર ઠરાવી, દોષિત પોલીસ અધિકારીઓ સામે તકેદારી પગલાં લેવા. (૪) નામિઅદ પોલીસ સ્ટેશન સિવાય અન્ય તપાસ એજન્સી દ્વારા તપાસ કરાવવાની માંગણી. (૫) એફઆઈઆર ના થાય તો તે સંબંધિત મહત્ત્વના દસ્તાવેજોને (જાણવા જોગ, સી.સી.ટીવી ફૂટેજ, મેડિકલ રિપોર્ટ વગેરે) કોર્ટ સમક્ષ રજુ કરવા દિશાનિર્દેશ. (૬) આરોપી સામે યોગ્ય ફોજદારી કાર્યવાહી ચલાવવી.

કાયદા વિશે જાણવું દરેક નાગરિક માટે જરૂરી છે. કાયદાની જાગૃતિ એ સશક્ત નાગરિકતા માટે આવશ્યક છે.

ધ્વનિ લાખાણી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh