Advertisement

કોવિડથી મૃત્યુનું સર્ટિફીકેટ મેળવવા મહાનગરપાલિકાને ૭૦૦થી વધુ અરજી મળી

જામનગર તા. ૨૪ઃ કોરોનાના કારણે મૃત્યુ થયું હોય તેવા પ્રકારનું મરણ સર્ટિફીકેટ મેળવવા માટે મહાનગરપાલિકાની જન્મ-મરણ નોંધણી શાખાને અત્યાર સુધીમાં ૭૦૦થી વધુ ફોર્મ મળ્યા છે. કોરોનાથી મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં મૃતકના પરિવારને ૫૦ હજારનું વળતર ચૂકવવામાં આવનાર છે. આ માટે જરૃરી આધાર-પુરાવા અને કોવિડથી મૃત્યુ થયાનું સર્ટિફીકેટ રજુ કરવુ જરૃરી છે. આથી જામનગર મહાનગરપાલિકા પાસેથી કોવિડ મરણથી મૃત્યુનું સર્ટિ. મેળવવા માટે અરજી ફોર્મ રજુ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ૭૦૦થી વધુ ફોર્મ મહાનગર પાલિકાને મળી ચૂક્યા છે. હવે તેની ખરાઈ પછી સર્ટિફીકેટ ઈસ્યૂ કરવામાં આવશે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit