Advertisement
Author: નોબત સમાચાર

'સાચું જ કહેવાયું છે કે આપણું હોય એ જાય નહિ અને જાય એ આપણું નહિ, પછી એ કણ હોય કે મણ'

આજે કોર્ટમાં સ્વ. દેવકુમારની મિલકતનો કેશ ચાલવાનો હતો. એમના ચારેય દીકરાઓ પરદેશથી આવી ગયા હતા. એ લોકો એ જ તો કેશ દાખલ કર્યો હતો કે પપ્પાના મિત્ર રોશન કુમાર અને સીમા દેવીએ અમારી જાણ બહાર પપ્પાની બધી મિલકત હડપ કરી લીધી છે, પપ્પા પાસે બળજબરી થી બધું લખાવી લીધું છે . એ મિલકતના હક્કદાર અમે છીએ કોર્ટમાં એક ખૂણે રોશનકુમાર અને સીમાદેવી બેઠા હતા ત્યાં એમના વકીલ દિલીપ ભાઈ આવ્યા. એમણે આવીને કહ્યું કે *આ ચારેય દીકરાઓ એ શું જોઈને કેશ કર્યો હશે? એમને આ મિલકત અને દેવકુમારના કરોડો રૂપિયા  વિષે કોઇ માહિતી તો છે નહિ. એમને એમ ખબર પડી કે પપ્પા પાસે કરોડો રૂપિયા છે અને હવેલી છે એવું જાહેર થયું છે, તો તો એના વાર સદાર તો આપણે જ કહેવાઈએ ને? રોશન ભાઈ મને એમ કહો કે આ હવેલી કઈ?  કરોડ શેના? આ કેમ દેવકુમારના  છે? કાંઈ ખબર નથી. અને હાલી મળ્યા છે , અમે વારસદાર એક સમયે બાપ ને રસ્તે રઝળતો કરી દીધો હતો, ખાવાના ફાંફા હતા. એ તો આ સીમા ન હોત તો પહોંચી ગયા હોત ઈશ્વર ધામ.* રોશનકુમાર કહે દિલીપ શાંતિ રાખ , આ કેશ માં  જજ કોણ છે?  બિપિન, મારો અને દેવલા નો  બાળ સખો. એને બધી ખબર છે. બધું બરાબર થશે. વકીલ દિલીપ પાછા ઊખળ્યાં *અરે પણ એવું કેમ કહી શકે એ લોકો કે તમે બે એ દેવકુમાર પાસે બળજબરીથી લખાવી લીધું છે. રોશન કુમાર કહે દિલીપ ધીરો પડ , એ લોકો એમની મેળે જ પછડાશે. તું તો જાણે છે ને દેવલાનો સ્વભાવ ? ભલે કોલેજ થી જાણે છે અને અમ ે એટલે કે હું અને બિપીન બાળપણથી જાણીએ છીએ એકદમ પરગજુ.

એમની વાત સાચી દેવકુમાર એટલે કે મિત્રો માટે દેવલો, નાના હતા ત્યારે પિતાજી જે કહે એ કરવાનું. પિતાજીનો પડ્યો બોલ ઝીલવાનો. કોઈ માંગણી નહિ. દેવકુમાર નાં દાદા પણ એવા, શાંતિપ્રિય માણસ કોઈ સાથે માથાકૂટમાં પડવાનું જ નહિ. કોઈ એમનું કાંઈ લઇ જાય તો એમ કહે કે *આપણું નહિ હોય , આપણું હોય એ જાય નહિ અને જાય તો આપણું હોય તો ગમે ત્યારે પાછું આવે. એમાં ને એમાં એમના દાદાની હવેલી વીરસિંહ હડપ કરી ગયેલા. દાદા ના પેટનું પાણી નહોતું હાલ્યું. , એ એટલુંજ બોલેલા કે હશે. આ જતું કરવાની પરંપરા ચાલી આવેલી. દેવકુમારના પિતા સાવ સામાન્ય કારકુન હતા , માંડ માંડ બે છેડા ભેગા કરતા , એમની ઈચ્છા હતી કે દીકરો દેવ સરસ ભણે અને કાંઈક બને. દેવકુમાર ગ્રેજ્યુએટ થયા. સારી નોકરી પણ મળી ગઈ.અને સારા પરિવારની કન્યા સાથે  લગ્ન પણ થયા. દેવકુમાર પહેલેથી એના દાદા જેવા. પરગજુ અને શાંત, સંતોષી કોઈપણ પ્રકારની ઝંઝટમાં પડવાવાળા નહિ. દેવકુમારના પત્ની  રોમા આમ જોરાવર એમના પિતાની જાહોજલાલીનું જોર બહુ. એમના પતિ દેવકુમાર પર જોહુકમી ચલાવે. દેવકુમાર સ્વભાવગત કાંઈ ન બોલે. એમને કકળાટ ન ગમે. એટલે ચુપચાપ એમનું કર્યા કરે ,પણ હા ક્યારેક હદ બહાર વાત થાય ત્યારે ફૂફાડો મારી દે એટલે રોમા ઠેકાણે આવી જાય પછી બધું લાંબો વખત  સરખું ચાલે પછી પાછું ક્યારેક રોમા દેવીનું પોત પ્રકાશે. આમ આ ભરતી ઓટ ચાલ્યા કરે. દેવકુમાર રોમા દેવીને ચાર દીકરાઓ થયા. દેવકુમાર સતત કહ્ય ા કરે કે  મારા પિતા હું કૈક બનું એમ કરી મને ભણાવતા હતા પણ કાંઈ બની ના શક્યો. દેવકુમારના પિતાએ ખાસ કહ્યું હતું કે દેવ તું ભલે ઘસાઈ જા, તને મોજશોખ ની કોઈ તક ન મળે તો ચાલશે પણ આ ચારેય છોકરાઓ પર બધો ખર્ચો કરજે, એમને ખુબ ભણાવજે, એમને મોજશોખ પણ કરાવજે. દેવકુમાર એટલે પિતાનો પડયો બોલ ઝીલવા વાળા , એ સવારે નોકરીએ નીકળી જાય, ત્રણ નોકરી કરતા. સવાર સાંજ બે-બે કલાકની પાર્ટ ટાઈમ અને આખા દિવસની  એક નોકરી તો ખરી જ. સવારે સાડા સાતે  નીકળેલો બાપ રાત્રે સાડા આઠે પાછો આવે. માત્ર દીકરાઓ ના ભવિષ્ય માટે. સમય જતા તો રોમા દેવી પણ પતિ ની પડખે ઉભા રહે.

એમને કહે કે આટલું બધું શું હેરાન થાવ છો? તમે તમારો તો ખ્યાલ કરો. પણ  આ તો દેવકુમાર બાળકો કોલેજ સુધી પહોંચી ગયા. પહેલો ગ્રેજ્યુએટ થયો એટલે એને પરદેશ જવું હતું આગળ ભણવા તો મોકલ્યો. એ પછી નાના ને મોકલ્યો અને એ બેય મોટાઓ ત્યાં સેટ થયા એટલે એમણે એમના બે નાના ભાઈઓને બોલાવી લીધા. આ આખા સમય દરમ્યાન દેવકુમારના માતા પિતા એક પછી એક ગુજરી ગયા અને એ બધા ક્રિયા કર્મ એમણે કર્યા. આ બાળકોને ભણાવ્યા, એમની જિંદગી અને કમાણી બધી આ બાળકોમાં ગઈ. એ પછી એ બાળકો ત્યાં સેટ થઇ ગયા પછી  માં બાપ  સામે જોતા જ નહિ. દેવકુમાર ફોન કરે, કાગળ લખે, કોઈકના મારફતે સંદેશા મોકલાવે પણ એ લોકોને કોઈ જ અસર નહિ. એ લોકો શું કહે? * અમારામાં બાપે અમને સમય જ ક્યાં આપ્યો છે, અમારી મેણે ભણ્યા આગળ વધ્યા, અહીં પરદેશ પહોંચ્યા તો અમારી કુશળતા પર. બાપા તો સવારથી રાત બહારને બહાર, ખાલી રવિવારે મળે. બાકી કઈ નહીં. આ લોકોને કોણ સમજાવે કે એ સવારથી રાત તમારા માટે તૂટતો હતો. હા દેવકુમારના બાળ સખા ક્યારેક ખખડાવીને કહી દે કે એ સવારથી રાત એ તમારા માટે જ દોડતા હતા, ટિફિન પણ માંડ માંડ ખાતા, બધું તમારા માટે કર્યું છે, તમે કહો છો કે  અમને કઈ આપ્યું નથી, અમારા માટે કાંઈ કર્યું જ નથી.

આ દીકરાઓ ત્યાં સેટ થઇ ગયા અમે માં બાપ ને ભૂલી ગયા એ આઘાત માં રોમા દેવી સખ્ત માંદા પડી ગયા અને એ જ આઘાત માં દેવકુમાર ને એકલા મૂકી ચાલી ગયા. દેવકુમાર સાવ એકલા પડી ગયા. આ બાબતનો આઘાત એમના પરમ મિત્ર રોશન કુમાર ને હતો. એ આમ પણ એકલા હતા. લગ્ન કર્યા    નહોતા , સમાજ સેવામાં હતા. એ એમનું બધું છોડી એમના મિત્ર દેવકુમાર પાસે આવી ગયા. એમને એમ હતું કે દેવલો એકલો હિજરાય જાશે. રોશન ભાઈના ત્યાં રહેવાથી દેવકુમારની તબિયત પણ સુધરવા લાગી, બન્ને મિત્રો મોજથી સમય પસાર કરવા લાગ્યા. એ દિવસોમાં અચાનક રાજ ઘરાનાની સેવિકા ગણો કે બા સાહેબની ખાસ  ગણો એ સીમાદેવી અચાનક દેવકુમારને શોધતા શોધતા આવ્યા. એમને માંડ માંડ ઘર મળ્યું , દેવકુમાર અંદર હતા અને રોશન કુમાર બહાર બેઠક ખંડમાં બેઠા હતા. રૂપરૂપના અંબાર એવા સીમાદેવીને જોઈ બે ઘડી સ્થિર થઇ ગયા પછી બોલ્યા કે બોલો કોનું કામ છે? એમના બોલવામાં થાક દેખાતો હતો, એ બોલ્યા કે ભાઈ દેવકુમારનું ઘર આ છે? રોશન કહે હા હા પણ આપ પહેલા બેસો  , પછી કહો કોણ છો? એ અંદર છે હમણાં આવશે. સીમાદેવી બેઠા એટલે  રોશનકુમારે પાણી આપ્યું , એટલીવારમાં દેવકુમાર આવ્યા ,રોશનકુમાર કહે કે આ દેવકુમાર હવે બોલો આપ કોણ? શું કામ છે? સીમાદેવી કહે  કે હું વીર મહેલથી આવું છું અને બા સાહેબે આપને મળવા બલાવ્યા છે, દેવકુમાર કહે કે જુઓ બહેન જે હતું એ તો બાપુ વીરસિંહે મારા દાદા પાસેથી પડાવી લીધેલું . હવે મારી પાસે કાંઈ નથી. સીમાદેવી કહે આપ એવા વિચાર ન કરો , આપ  બા સાહેબને મળવા આવો, કદાચ મારા ખ્યાલ મુજબ આ વખતે કાંઈ આપની પાસેથી લેવાનું નથી, આપવાનું હશે, બા સાહેબ ઘણા સમયથી બીમાર છે, પીડાય છે, આપ એવો તો ખરા. રોશનકુમાર તો ભાવવિભોર થઇ ગયા, એક તો આ રાજઘરાના ની  કન્યા આ પ  કહીને માન થી બોલાવે છે, પાછું કહે છે કાંઈક આપવાનું હશે , પાછી આજીજી કરે છે કે આપ આવો તો ખરા. રોશન કુમારે કહ્યું કે હા હા અમે આવીએ છીએ, સીમાદેવી કહે હા આવો હું બહાર કાર માં રાહ જોઉં છું. દેવકુમાર કહે કે રોશન તે શું કરવા હા પાડી, આપણે કાંઈ જોતું નથી. રોશન કહે દેવલા હાલ તો ખરો  , ક્યાં કાંઈ આપ્યું કે લઇ લીધું? . આ લોકો આમ ચર્ચા કરતા પહોંચી ગયા. બા સાહેબે આંખમાં આંસુ સાથે બે હાથ જોડી કહ્યું કે *સૌથી પહેલા હું તમારા આખા ખાનદાન ની માફી માંગુ છું. અમારા વડવા બાપુ વીરસિંહ જી એ તમારા દાદા ની હવેલી અને જમીન હડપ કરી લીધેલા એનું મને દુઃખ હતું  , મારા પિતાએ આ ઘરમાં મારો સબંધ થયો ત્યારે કહેલું કે ભલે સ બંધ થાય પણ વીરસિંહે જે હીરાભાઈ નું બધું પડાવી લીધું છે એ બરાબર નથી. તમારાથી શક્ય બને ત્યારે એ પરિવારને પાછું આપાવિ દેજો. મારા સસરા તો નથી જ, મારા ધણી પણ નથી , મારા સંતાનો બધા પ્રદેશ છે ત્યાં પણ એમની મહેલાતો છે. એ લોકોની પણ લાગણી હતી કે બા સાહેબ  આપણું બધું  છે એ આપની શુભ ભાવનાને કારણે. છે એટલે એ લોકોની પણ ઈચ્છા અને  ની મંજૂરી પછી આ હવેલી તમારા નામે પાછી આપી દઉં છું અને અમુક કરોડ રૂપિયા જે મૂળ રકમ ના વ્યાજ સાથે થાય એ પણ તમારા. વકીલ હાજર જ હતા , કાગળિયા તૈયાર હતા, બધી કાર્યવાહી પતી  ગઈ. બા સાહેબે કહ્યું કે આ બધું તમને પાછું અને તમારા દાદા એક જમાનામાં સ્કૂલ ચલાવતા હતા એ બંધ જ રહી એ તમે પછી ચાલુ કરાવજો અને છેલ્લી વિનંતી કે મારી આ સીમા સાવ એકલી છે, અનાથ હતી ને મેં રાખી છે. એણે આજીવન મારી સેવા કરી છે.એની ઇચ્છા છે અનાથ બાળકો માટે કાંઈક કરવાની , એને સાચવજો. બધું પતાવી દેવકુમાર અને રોશન ઘેર આવ્યા , ઘેર આવ્યા અને સમાચાર મળ્યા કે જેમને મળીને આવ્યા એ બા સાહેબે દેહ છોડી દીધો.  બન્નેને માન્યામાં ન આવે કે શું થઇ ગયું આ બધું? બા સાહેબનો જીવ  આ માટે જ અટક્યો હશે. રોશન કહે આપણે એ સ્કૂલ ચાલુ કરાવીએ અને મહેલમાં અનાથ આશ્રમ કરીએ , સીમા દેવી કરશે. દેવકુમાર કહે આપણે પહેલા ટ્રસ્ટ બનાવી નાખીએ. સીમાદેવીની મદદ લીધી વકીલમિત્ર દિલીપ ભાઈને બોલાવી ત્રસ્તની બધી કાર્યવાહી કરી. દેવકુમારને શું મનમાં હશે કે  રૃ્સ્ટીમાં રોશન અને સીમાદેવીના જ નામ લખાવ્યા અને પોતે લખાવ્યું કે મારા બાપ દાદાની આ મિલકતનું હું ટ્રસ્ટ બનવું છું જે આ બે ચલાવશે. રોશન કે સીમાદેવીને કઈ જ ખબર નહિ. અને એ બધું હજી તૈયાર થઇ આવે ત્યાં દેવકુમારે જીવનલીલા સંકેલી લીધી. રોશન અને સીમાદેવી હતપ્રત થઇ ગયા કે હવે શું? વકીલ દિલીપ કહે કે એમને સંકેત થયો હશે એટલે આ બધું તમારા નામે જ કર્યું છે. રોશન સીમા વિચારે કે આ શું થાય છે.

આ બન્ને પ્રવૃત્તિમાં લાગી ગયા. જુઓ બન્ને એકલા રોશન કુમાર  અને સીમા દેવી. બન્ને લગભગ સરખી ઉંમરના .સ્કૂલ ચાલુ કરવાની અને આશ્રમ બનાવવાની બધી કાર્યવાહી ચાલુ થઇ ગઈ. આ મિલ્કત બાબતે દેવકુમારના દીકરાઓ ને એ જ રાજ ઘરાનાના સંતાનો કે જે ત્યાં હતા એમના મારફત ખબર પડી. બસ હવે પિતાજી  મહાન  લાગ્યા. આ લોકોએ દવા નો કેશ કર્યો એની જ આજે સુનાવણી હતી. આમાં રોશન સીમાનો ક્યાંય વાંક નહોતો.

જજ શ્રી બિપીનકુમાર આવ્યા , જેમને આમ તો બધી જ ખબર હતી. અહીં આવતા પહેલા આખી અપીલ અને મિલકતની વિગત વાંચીને આવ્યા હરોષાન અને સીમા દેવી એક તરફ બેઠા હતા. દીકરાઓના વકીલ ઉભા થયા અને વાત રજુ કરી.

જજ સાહેબે પૂછ્યું એમાંથી મારી વાતના જવાબ કોણ આપી શકશે? મોટોભાઈ ઊભો થયો. જજ સાહેબે કહ્યું કે આ મિલકત વિષે શું જાણો છો. અચાનક તમારા પિતા પાસે ક્યાંથી આવી? કોણે આપી, રૂપિયા કેટલા છે, સ્થાવર મિલકતમાં શું શું છે? જાણતા હો એ કહો. મોટા દીકરાએ જે જવાબ આપ્યા એને અને મિલકતને ક્યાંય મેળ ખાતો નથી. સામેના વકીલ અને જજ સાહેબે  વ્યવસ્થિત આ ભાઈઓને સંભળાવ્યું , એટલી હદે વાત ગઈ કે એ ચારેય દીકરાઓએ માફી માગી અને કેસ રદ થયો. એમણે લખી આપ્યું કે અમારે કોઈ જ લેવાદેવા નથી આ બાબતે. પિતાજીએ જે કર્યું એ માન્ય છે. અંતે રોશન સીમાએ એ સ્કૂલ પણ ચાલુ કરી. અનાથ   આશ્રમ પણ ચાલુ કર્યો.

નાવાઇની વાત એ છે કે દેવકુમારના દીકરાઓ એ દાનમાં રકમ આપી. રોશન સીમા ટ્રસ્ટી તરીકે સેવા આપે જ છે. સંબંધ કોઈ જ નથી. દેવકુમારના દાદાની મિલકત સારા કામમાં ગઈ. એમણે સાચું જ કહેલું કે આપણું હોય એ જાય નહિ અને જાય તો ગમે ત્યારે પાછું આવે.

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh