ભાણવડમાં રસ્તાઓનું ધોવાણઃ ખાડાઓ વરસાદી પાણીથી ભરાયા

ભાણવડ તા. ૧ઃ ભાણવડ શહેરમાં રસ્તાઓનું ધોવાણ થઈ જતા મસમોટા ખાડાઓ પડ્યા છે. પરિણામે વાહનચાલકો અનેક મુશ્કેલી સહન કરી રહ્યા છે.

રસ્તા ઉપર પડી ગયેલા મસમોટા ખાડાના કારણે વાહન ત્યાં વરસાદી પાણી ભરાયા છે અને પાણી ભરેલા ખાડામાં વાહનચાલકો પટકાઈ રહ્યા છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને બસ સ્ટેન્ડથી રામેશ્વર ચોક સુધીનો માર્ગ વધુ ખરાબ છે.

શહેરના લોકો હવે પ્રજાના પ્રતિનિધિઓ તરફ મીટ માંડીને બેઠા છે કે તેવો કોઈ ઉકેલ લાવશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit